જામનગર કથામાં આવેલા મુખ્યપ્રધાને વિરોધ પક્ષના નેતાને એવું તે શું કહ્યું રાજકીય અટકળો વહેતીથઈ. આજે જામનગરમાં ચાલતી ભાગવત કથામાં મુખ્ય પ્રધાન પધાર્યા હતા. ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારાઆયોજીત ભાગવત કથાને ધર્મ યજ્ઞ ગણાવ્યો છે.CMની કોંગ્રેસ નેતાને ટકોરને લઇ રાજકીય ચર્ચાઓ શરૂથઈ છે. જામનગરમાં ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા આયોજિત ભાગવત સપ્તાહનો માહોલબરોબરનો જામી રહ્યો છે. સપ્તાહમાં તમામ પક્ષના રાજકીય દીગજજો હાજરી આપી ચૂક્યા છે. તેવાંમાંસપ્તાહના સાતમા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી હતી. મુખ્યમંત્રીની સાથે કેબિનેટમંત્રીઓ અને કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિપક્ષી ઉપનેતાને શૈલેષ પરમારને માર્મિક ટકોર કરી ગાડીમાં સાથે આવી જવા આમંત્રણ આપી દીધું હતું.
મહત્વનું છે કેગુજરાતમાં વિધાનસભાની ચુંટણીના ધમધમાટ વચ્ચે CMની ટકોરને રાજકિય અટકળોનો દોર શરૂ થયોછે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, શ્રીમદ ભાગવત કથા પારાયણ જેવા ધાર્મિક આયોજનો જીવનવ્યવહારમાં રત માનવીના માનસિક ઉકળાટને શાંતિ પ્રદાન કરવાનું કાર્ય કરે છે. કથાના માધ્યમથીજીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી કઈ રીતે બહાર આવી શકાય તેનું વ્યક્તિને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે,તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ ભાગવત કથામાં અનાથ બાળકો, ગંગા સ્વરૂપા બહેનો, દલિતસમાજ, દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોના પરિવારજનો, દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુઓ તેમજવૃધ્ધાશ્રમના વૃધ્ધો દ્વારા થઇ રહેલી આરતિ સમાજના વિવિધ વર્ગોને એક તાંતણે જોડવાનું કામ કરે છે તેમ જણાવી તેની સરાહના કરી હતી.