જુનાગઢ જિલ્લાના કેશોદ આઝાદ કલબ દ્વારા જીલ્લા ગ્રામ્ય વોલીબોલ શુટીંગ બોલ સ્પર્ધા યોજવામાં આવીજેમાં પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ તથા આઝાદ કલબના હોદેદારો ઉપસ્થિત રહ્યાહતા. કેશોદની આઝાદ ક્લબ જે આઝાદીના સમયથી રમત ગમત ક્ષેત્રે ગુજરાતમા આગવું સ્થાનધરાવેછે અને જ્યાં બારે માસ વોલીબોલ રમાતી રહીછે આ સંસ્થામાં નવા વરાયેલા પ્રમુખ હમીરસિંહવાળાનાં પ્રયત્નોથી કેશોદ આઝાદ ક્લબમાં જિલ્લા કક્ષાની જુનાગઢ જિલ્લા ગ્રામ્ય વોલીબોલ શુટીંગ સ્પર્ધા ખેલ મહાકુંભ અંતર્ગત યોજવામાં આવી હતી
આ સ્પર્ધામાં ગુજરાત સરકારના પશુપાલન મંત્રીદેવાભાઇ માલમ ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, હદવાણી સાહેબ જિલ્લા રમત ગમત અધિકારી વિશાલભાઇદીહોરા નગર પાલિકા ઉપપ્રમુખ ગૌરાંગભાઈ વ્યાસ તથા આઝાદ ક્લબના પૂર્વ પ્રમુખ ડૉ રાજેશ સાંગાણીખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તકે મંત્રીશ્રીનું સન્માન પુષ્પગુચ્છથી દિનેશભાઈ કાનાબાર ડૉ સાંગાણી તથાહમીરસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ દેવાભાઇ દ્વારા ટોસ ઉછાળી સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતીઆ સ્પર્ધામાં કુલ ૧૨ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ૪૦ વર્ષથી ઉપરની વય જૂથમાં અજાબ પ્રથમ અનેઆઝાદ ક્લબ દ્વિતીય ક્રમે રહી હતી જ્યારે ઓપન વિભાગમાં ચોરવાડ પ્રથમ સ્થાને અને શીલ દ્વિતીય ક્રમે વિજેતા રહી હતી