દાહોદનાં ગરબાડા ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૫ જેટલી સગર્ભા મહિલાઓની પ્રસૃતિ એક જરાતમાં કરવામાં આવી છે અને આનંદની વાત એ છે કે તમામ ડિલીવરીઓ નોર્મલ કરાઇ છે અને માતાઅને બાળક બન્ને સ્વસ્થ છે. સામાન્ય રીતે અહીં સરેરાશ રાતના સમયે સાત-આઠ ડિલીવરીઓ કરવામાંઆવે છે. જયારે ગત રોજ એક જ રાતમાં ૧૫ જેટલી સગર્ભા મહિલાઓની નોર્મલ ડિલીવરી એ પણ કોઇપણ જાતના કોમ્પલીકેશન વગર પાર પાડવી તે અહીંના મીડવાઇફ-નર્સ પ્રેક્ટિશનર સોનલ ડામોરસહિતના સ્ટાફ માટે અભિનંદનને પાત્ર ઘટના બની રહી છે. જિલ્લામાં સ્થાનિક સ્તરે જ મળી રહેલીઆરોગ્ય સુવિધાઓથી નાગરિકોને મોટી રાહત મળી છે. ખાસ કરીને સગર્ભા મહિલાઓ માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડિલીવરી સહીતની તમામ આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થઇ છે.
ગરબાડા ખાતેનાસામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગત તા. ૬ મે ના રોજ ૧૫ જેટલી સગર્ભા મહિલાઓની હેમખેમ પ્રસૃતિ કરાઇહતી. તમામ મહિલાઓની નોર્મલ ડિલીવરી છે તેમજ મા-બાળક પણ સ્વસ્થ છે. અહીંના નર્સ પ્રેક્ટિશનર -મીડવાઇફ સોનલ ડામોર જણાવે છે કે, અહીંના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર મહિને ૨૦૦ જેટલીડિલીવરીઓ કરાવવામાં આવે છે. સામાન્ય રીતે અહીં સરેરાશ ૭ થી ૮ જેટલી ડિલીવરીઓ દરરોજરાતના સમયે કરવામાં આવે છે. પરંતુ ગત રાતે ૧૫ જેટલી સગર્ભા મહિલાઓની ડિલીવરી કરવામાંઆવી હતી. જે અહીંના સ્ટાફની મદદ અને મેડીકલ ઓફિસર શ્રી આર.કે. મહેતાના માર્ગદર્શનમાંસફળતાપૂર્વક કરી શકાઇ હતી. આ તમામ માતા-બાળકને કોઇ જ કોમ્પલીકે્શન્સ નથી અને તમામ સ્વસ્થ છે.