અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ધોળે દહાડે થયેલ પોણા ત્રણ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો. લૂંટથઈ હોવાનું તરક્ટ રચનાર કર્મી જ આરોપી નીકળ્યો છે. આર્થિક તંગીને કારણે લાલચ જાગતા લૂંટ થઈહોવાનું નાટક રચ્યું હોવાનું સામે આવ્યું છે. શ્રી વિધા ફાઉન્ડેશનના ટ્રસ્ટીએ ગઈકાલે આરોગ્ય મંદિરના કર્મીપાસેથી લૂંટ થયાની ફરિયાદ નોંધાવી હતી. ગઈકાલે થયેલી પોણા 3 લાખની લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો હતો. લાલચ જાગતા લૂંટ થયાનું નાટક રચનારને કર્મી શંકા ના દાયરામાં હતો.
પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા લૂંટના નાટકનો ભેદ ખુલ્યો હતો. સાવરકુંડલાના મારુતિ નગરનોવિશાલ કાળું રાઠોડએ લૂંટ થઈ હોવાનું નાટક રચ્યું હતું. આર્થિક તંગીને કારણે ટ્રસ્ટની માલિકીના પૈસાઅલગ જગ્યાએ છુપાવી દીધા હતા. ટ્રસ્ટ સાથે વિશ્વાસઘાત કર્યાની આરોપીએ કબૂલાત કરી છે. આરોપીને
2 લાખ 69 હજાર 880 ની રોકડ રકમ રિકવર કરતી સાવરકુંડલા સીટી પોલીસ.