ગુજરાત વિધાનસભાની ચુંટણી માથે છે ત્યારે ભાજપ પક્ષમાં હાલ પ્રવેસોત્સવ ચાલી રહ્યો હોય તેવુંલાગી રહ્યું છે. પોતાની પાર્ટીથી નારાજ અનેક નેતાઓ પક્ષ બદલી ભાજપના રંગે રંગાઇ રહ્યા છે.કોંગ્રેસ સાથે છેડો ફાડી અનેક નેતાઓ ભાજપ અને આપમાં ગયા બાદ આ શીલશીલો યથાવતરહેવા પામ્યો છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ પણ પોતાની પરિ મજબૂત બનાવવા તનતોડ મહનત કરી રહી છે. મોટી મોટી રેલીઓ અને સભાઓ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવી રહી છે.
ચૂંટણીનામાહોલ વચ્ચે રાજકીય પાર્ટીઓ સક્રિય બનતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારેઅમરેલી વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસનું શક્તિ પ્રદશન યોજાયું હતું. અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે કોંગ્રેસની બેઠકમાં જંગી જનમેદની ઉમટી પડી હતી. કોંગ્રેસના પૂર્વ નેતા વિપક્ષ પરેશધાનાણીની વિશેષ ઉપસ્થિતીમાં કોંગી કાર્યકરોનું સંગઠન સંમેલન યોજાયું હતું. જેમાં ચૂંટણી અગાઉકોંગ્રેસી કાર્યકરોમાં જુસ્સો જોવા મળ્યો હતો. પ્રથમવાર સાવરકુંડલા ખાતે કોંગી કાર્યકર્તાઓની ફોજ જોવા મળી હતી.