સુરતના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2017માં તાંત્રિકે માતા-પુત્રી પર દુષ્કર્મ કેસ માં હવસખોરતાંત્રિક ને નામદાર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. સુરતના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંવર્ષ 2017માં તાંત્રિકે માતા-પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. આ કેસ આજે કોર્ટમાં ચાલી જતાં આરોપીતાંત્રિકને આજીવન કેદની સજા ફટકારાઈ છે, સાથે જ પીડિત પરિવારને 4 લાખ વળતર ચૂકવવા આદેશકર્યો છે. મહિલા તેના પતિની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તાંત્રિક પાસે ગઈ હતી. એ દરમિયાનતાંત્રિક માતા અને પુત્રીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. સુરતના બડે ખાં ચકલા વિસ્તારમાંઆવેલી પ્રસિદ્ધ ખ્વાજા દાના દરગાહ ખાતે આરોપી કમાલ બાબા અખ્તર શેખ તાંત્રિક હોવાનું કહીનેલોકોને શારીરિક-માનસિક તકલીફો દૂર કરવા તાંત્રિક વિધિ કરતો હતો.
ભોગ બનનાર મહિલાના પતિનીમાનસિક સ્થિતિ સારી ન હતી. તેને ખેંચ આવતી હોવાની તકલીફ હતી. સારવાર બાદ પણ તેને સારું નથતાં મહિલાએ તાંત્રિક કમાલ બાબાનો સંપર્ક કર્યો હતો. ફરિયાદી પક્ષના વકીલ નયન સુખડવાલાએજણાવ્યું હતું કે તાંત્રિકનું કામ કરતો કમાલ બાબાએ માતા અને પુત્રી ઉપર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ બાબતે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલા તમામ પુરાવા કોર્ટે ગ્રાહ્ય રાખ્યા છે. જજેકલમ 376, 504, 506 (2), પોસ્કો અને એટ્રોસિટી એક્ટ હેઠળ દોષિત જાહેર કર્યો છે. આજીવન કેદની સજાસભળાવી છે, સાથે જ પીડિત પરિવારને ચાર લાખ વળતર આપવાનો પણ હુકમ કર્યો છે.