જામનગરમાં ukraine થી પરત ફરેલા 21 વિદ્યાર્થીઓએ સિગ્નેચર કેમ્પ યોજી પોતાનું ભવિષ્ય ન બગડે તેમાટે કેન્દ્ર ને રજૂઆત કરી છે ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં હાલ યુદ્ધની પરિસ્થિતિ છે જેને લઇ માંથી ભારતનાએક હજારથી વધુ વિદ્યાર્થીઓ પરત ફર્યા છે જોકે આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું જોવા મળી રહ્યું છેકારણ કે યુક્રેનથી પરત આવ્યા બાદ તેઓ નહીં મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ છે ત્યારે આવિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર તાત્કાલિક આ વિદ્યાર્થીઓને એમ.બી.બી.એસ કોલેજમાં પ્રવેશ આપે જેને લઇ તેમનું ભવિષ્ય ન બગડે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધની પરિસ્થિતિ છે પરત ફરેલા વિદ્યાર્થીઓ છેલ્લા 72 દિવસથી પોતાના ઘરે ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે.
જોકે ઓનલાઇન અભ્યાસથી આ વિદ્યાર્થીઓ અભ્યાસમાં કોઈ ફાયદો થતો નથી ત્યારે પ્રેક્ટીકલ અભ્યાસથવો જરૂરી છે તેઓ વિદ્યાર્થીઓના વાલીઓ અને વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે આ વિદ્યાર્થીઓએ પોતાનાયુદ્ધ સમયના એક્સપીરીયન્સ પણ શેર કર્યા હતા.. ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં એમબીબીએસના અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ નું ભવિષ્ય શું તેઓ સવાલો થઈ રહ્યા છે. જોકે આ વિદ્યાર્થીઓ નું ભવિષ્ય ન બગડે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પણ વિદ્યાર્થીઓએ અપીલ કરી છે.