રાજ્યમાં અકસ્માત થવાનું પ્રમાણ વધ્યું છે. રોજે કોઈને કોઈ જગ્યાએ અકસ્માત સર્જાવાના બનાવો બની રહ્યા છે. જેને કારણે લોકોના જીવ પણ જતા હોય છે. અકસ્માત થવાના મુખ્યકારણ ગફલતભર્યું ડ્રાઈવિંગ કે ઓવર સ્પીડ હોય છે. રસ્તાઓ પરવાહનોની સંખ્યા વધતા અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે.
ત્યારે વધુ એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો વણઝાર યથાવતજોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસાના બનાસ નદીના બ્રિજ પાસે 2 ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બંને ટ્રેલરના કુરચે-કુરચા નીકળી ગયા હતા. જોકે સદનસીબે અકસ્માતમાં ડ્રાઇવર અને ક્લિનરનો આબાદ બચાવ થવા પામ્યો હતો.