અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં જંગલના રાજા એવા સિંહ વસવાટ કરે છે. સમગ્ર ભારતમાં ફક્તગીરના જંગલમાં જ જોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહના વિડીયો અવાર નવાર વાયરલ થતાંહોય છે. ત્યારે વધુ એક વખત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના ખાંભાનાદલડી રેવેન્યુના વિસ્તારમાં લંગડાતા સિંહનો વીડિયો વાયરલ થયો છે. દલડી રેવન્યુ વિસ્તારમાં અઠવાડિયાથી સિંહ સિંહણના ધામા છે. અઠવાડિયાથી લંગડાતો સિંહ આંટા ફેરા કરતો હોવા છતાં વનતંત્ર નિંદ્રાધીન હોવાનું લાગી રહ્યું છે.
ઇજાગ્રસ્ત સિંહની સારવાર જરૂરી હોવા છતાં વનવિભાગની આળસ સામે આવી છે. થોડા દિવસ પહેલા જામકા રેવેન્યુમાં ઇનફાઈટમાં સિંહ ઇજાગ્રસ્ત થયેલો હતો.ઇજાગ્રસ્ત સિંહનું એનીમલ કેર સેન્ટરમાં મોત થયેલ હતું. હાલનો દલડી વિસ્તારનો ઇજાગ્રસ્ત સિંહઇનફાઈટમાં ઘાયલ થયેલો હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. રાજુલાના વિકટર નજીક સિમ વિસ્તારમાંએક સિંહણ લંગડાતી ચાલતી હોવાનું સિંહ પ્રેમીઓની ફરીયાદો સામે આવી છે. અમરેલી જિલ્લાનાખાંભાના દલડીમાં સિંહ અને રાજુલાના વિકટરમાં સિંહણ ઇજાગ્રસ્ત. રેવેન્યુ વિસ્તારમાં સિંહ સિંહણ ઇજાગ્રસ્ત હોવા છતાં વનતંત્ર સારવાર આપે તેવી સિંહપ્રેમીઓની માંગ.