બનાસકાંઠા LCB સ્ટાફ ભૂરાજી તથા અમરસિંહ તથા દશરથભાઈ નાઓનાં દિયોદર પોલીસ સ્ટેશનવિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન અછવાડિયા ગામ નજીક આવતા ખાનગી રાહે બાતમીહકીકત મળેલ કે એક મારુતિ ઝેન નંબર પ્લેટ વગરની વિદેશી દારૂ ભરીને આવેછે જેથી સદર જગ્યાએવોચ તપાસ રહેતા ગાડી આવતા ઊભી રાખવાનો હાથથી ઈશારો કરતા ગાડી ચાલકે ગાડી ભગાવીમુકેલ જેનો પીછો કરતા ચાળવા ગામના ચરેડામાં આં ગાડી ચાલક પોતાની મારુતિ ઝેન ગાડી મૂકી ભાગી ગયેલ હતો
જે નીચે ઉતરી ભાગતો હોય તેનો પીછો કરતા પકડાયેલ નહિ પણ તે વેલાભાઈજોયતાભાઈ રાજપૂત રહે જેતડાતા. થરાદ વાળો હતો તેમ ઓળખવામાં હતો જે મારુતિ ઝેન ગાડીમાંજોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ ૭૩૨ કી ૭૦,૧૮૦ તથા મારુતિ ઝેન ગાડીકી.૫૦,૦૦૦ એમ કુલ મુદ્દામાલ કિંમત૧,૨૦,૧૮૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા ગાડી ચાલકવેલાભાઈ જોયતાભાઈ રાજપૂત રહે જેતડા થરાદ વાળા વિરુદ્ધ પ્રોહિબિશન એકટ મુજબ દિયોદર પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.