અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકાના લોર પ્રાથમિક શાળામાં તારીખ-:5/5/2022 (ગુરૂવાર) નાં રોજ ધોરણ 8 નાવિદ્યાર્થીઓ નો વિદાય સમારંભનું ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવેલ હતું. જાફરાબાદ તાલુકાના લોર પ્રાથમિક શાળામાંધોરણ ૮ મા નો અભ્યાસ પૂર્ણ કરી આગળ વધે અને દરેક વિદ્યાર્થીઓ સારી કારકિર્દી બનાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.બહાર થી આવેલા મહેમાનોનું પણ શબ્દો દ્રારા સ્વાગત કર્યું હતું. અને મહેમાનો એ પણ દરેક વિદ્યાર્થીઓ જીવનમાં સફળતાપ્રાપ્ત કરી લોર ગામનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ તકે લોર પ્રાથમિક શાળાનીએસ. એમ. સી. ના સભ્યપ્રકાશ ભાઈ વરૂ અને દિલુભાઈ વરૂ નાં હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી. ધોરણ 8 ના બાળકો એ વિદાય ગીત નૃત્ય જેવા વિવિધ કાર્યકમ રજુ કર્યા હતા
આ તકે લોર ગામના દરેક સમાજ ના આગેવાનો, બાળકોના વાલીઓ, આરોગ્યવિભાગના અધિકારીઓ, તેમજ લોર માધ્યમિક સ્કૂલ નો સ્ટાફ તથા લોર પ્રાથમિક શાળા નાં સ્ટાફે હાજરી આપી અને બાળકોને ઇનામ આપી ને પ્રોત્સાહિત કરેલ અને બાળકો તરફથી શાળામાં સરસ્વતી માં નો ફોટો અને ટ્રી સેટ ફૂલદાની ની ભેટ આપવાઆવી. લોર પ્રાથમિક શાળાનાં શિક્ષકો તરફ થી લોર પ્રાથમિક શાળાનાં ધોરણ 1 થી 8 નાં બાળકોને પાઉં ભાજી ખવડાવવામાંઆવી. ખરેખર વિદાય નો શબ્દો દરેક વિદ્યાર્થીઓ અને દરેક શાળા ના સ્ટાફ ની આંખોમાં જોવા મળ્યો હતો. પહેલાં ધોરણ થીજે શાળામાં અભ્યાસ કર્યો હોય અને આજે જ્યારે જુદું પડવાનું હોય ત્યારે સ્વાભાવિક છે એક ગુરુ શિષ્ય ની લાગણી વ્યક્ત થતી હોય છે. આ લાગણીઓ આજે લોર પ્રાથમિક શાળામાં જોવા મળી હતી …