મહેસાણા શહેરમાં ઉના કાંડના એક વર્ષ પૂર્ણ થવા નિમિતે આઝાદી કી કૂચ રેલી નું આયોજન કરવા માં આવ્યું હતું આ આઝાદીકી કૂચ રેલી મંરીજુ મેળવ્યા વિના જ નીકળી હતી અને કે અંગે વર્ષ 2017 માં જાહેરનામા ભંગ ની ફરીયાદ નોંધાઈ હતી આજાહેરનામાની પોલીસ ફરીયાદ કેસનો આજે મહેસાણા કોર્ટે ચુકાદા આપતા જીગ્નેશ મેવાણી,રેશ્મા પટેલ સહિત કુલ 10 આરોપીઓને ત્રણ માસ ની સજા અને રૂપિયા 1000 ના દંડ ફટકારવા માં આવ્યો છેસજા મામલે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું હતું ઉના કાંડ ના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અમે મહેસાણામાં આઝાદી કૂચ નું આયોજન કર્યું હતું
આ મામલે નામદાર કોર્ટ દ્વારા રેશમાં પટેલ સહિત મને ત્રણ મહિના ની સજા અને 1000 રૂપિયા દંડ કરવામાં આવ્યો છે જે માણસફરિયાદી છે એજ વ્યક્તિએ કેસની તપાસ કરી હતી તપાસ કરનાર અધિકારી દ્વારા સ્થળનું પંચનામું કરવામાં આવ્યું નથી અમને હતું કે એક રેલી ની પરવાનગી મળી ન મળી જેવી સામાન્ય બાબતમાં અમારો નિર્દોષ છુટકારો થશે હું ન્યાય તંત્ર નું સન્માન કરું છું અને અમે આ બાબતે સેસન્સ કોર્ટમાં અપીલ કરીશું મને આશા છે કે મને આ બાબતે ન્યાય મળશે