રાજકોટ જિલ્લાના ધોરાજીમાં યુવાને પોતાના લોહી થી મુખ્ય મંત્રીને પોતાની માંગને લઈ રજૂઆત કરવા માટેપત્ર લખ્યો હતો. ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષા ની અલગ અલગપોસ્ટ માટે ની જાહેરાત બહાર પાડવામા આવેલ હતી. ત્યારબાદ થોડા દિવસો બાદ પરીક્ષા પણ લેવામાઆવેલ હતી. પરંતુ આ ભરતી ને આજે એક વર્ષ અને બાર દિવસ પૂર્ણ થયેલ હોવા છતાંય ભરતી પ્રક્રિયા પૂર્ણ થયેલ નથી.
જે ભરતી પ્રક્રિયા બંધ છે તે તાત્કાલિક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામા આવે તે બાબતેધોરાજી ના યુવાન એવા સંકેત ભાઈ મકવાણાએ પોતાના લોહી થી લખેલ પત્ર મુખ્ય મંત્રી ને ધોરાજી નાપ્રાંત અધિકારી મારફત પત્ર આપેલ હતો. અને વહેલી તકે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામા આવે તેવી માંગ લેખિતમાં કરવામાં આવી હતી.