વડોદરાના ડભોઇ તાલુકા 118 ગામના લોકો મોટા ભાગ ના પશુપાલક અને ખેડૂત ના વ્યવશાયમાં છેતેવામાં હાલ રાજ્યમાં આકરી ગરમી અને 42 થી 45 ડિગ્રી તાપમાનને પગલે તાલુકાના 86 પૈકી મોટાભાગ ના તળાવ ના તળિયા દેખાતા થઈ ગયા છે કોરા કટ તળાવ ને પગલે પલકો મુંજવાન માં મુકાયાછે.તો બીજી તરફ તાલુકાના મુખ્ય અને ઐતિહાસિક હેરિટેજ માં આવતું તેમજ પ્રેમ નું પ્રતિક એવાતેનતળાવ તો હાલ બિલકુલ સુકકું પટ્ટ જોવા મળી રહ્યું છે આ તળાવ મોટા આસ પાસ ના ખેડૂતો માટેતેમજ પશુપલકો માટે આશીર્વાદ સમાન છે પણ ટીપું પણ પાણી બચ્યું નથી તો બીજી તરફ તાલુકા નુંઐતિહાસીક અને હજારો એકર માં ફેલાયેલું વડોદરા જીલ્લા નું શૌથી મોટું તળાવ વઢવાણા જ્યાં પક્ષીધામ તરીકે પણ પ્રખ્યાત છે આ તળાવ ના પણ તડીયા દેખાવા લાગ્યા છે અને માત્ર નહિવત જાણે 10 ટકાજ પાણી બચ્યું છે જ્યારે આ તળાવ સંખેડા તાલુકો અને ડભોઇ તાલુકા ના 20 જેટલા ગામો ની જમીન નેખેતી લાયક સિંચાઇ નું પાણી પૂરું પાડે છે જ્યારે આ તળાવ નર્મદા નદી ના પાણી થી કેનાલ મારફત ભરીશકાય પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ના આરોપ ખેડૂતો લગાવી રહ્યા છે મુખ્યતળાવો સાથે તાલુકા ના 118 ગામોમાં આશરે 86 તળાવ આવેલા છે મોટા ભાગ ના તળાવ કોરા કટ પડ્યાછે ત્યારે આ કાળઝાળ ગરમીમાં આ તળાવ પણ હાલ ક્રિકેટ મેદાન બની ગયું છે આમ તાલુકાના ગણાતા બંને ઐતિહાસિક તળાવો માજ પાણી નહીં હોવાથી જાણે ઇતિહાસ સુકાઈ ગયો હોય તેવા દર્શન થાય છે
જ્યારે ગામે ગામ બીજા 84 જેટલા ગામોની પરિસ્થિતિ જોવા જઈએ તો ગણપતિના બીજા છ તળાવમાંસામાન્ય અને નહિવત પાણી સિવાય તમામ તળાવો કોરાકટ જોવા મળી રહ્યા છે પશુપાલકો પોતાનાપશુઓ લઈ ગોચર કે વગડે પશુ ચરાવી પરત ફરતા આમ દિવસોમાં તળાવમાં પશુઓને સ્નાન કરાવી કેપાણી પીવડાવી ઘરભેગા કરે છે પરંતુ હાલ ઊનાળાની કાળઝાળ ગરમીમાં ખાલી તળાવ જોઈ ગોચરમાંચરી પરત ફરતા તરસે રહેવાનો વારો આવે છે તો બીજુ બાજુ પશુપાલકોએ પણ પશુ પરત આવવા ના ટાણે ગામની ભાગોળ માં આવેલા હવડા ભરીને તૈયાર રાખવાની ફરજ પડી રહી છે જ્યારે જે ગામમાંહવાડા ના હોય તે ગામે ખેડૂતોએ પોતાના ઘરે મોટા વાસણમાં પશુ માટે પાણી ભરી તૈયાર રાખવાનીફરજ પડી રહી છે જ્યારે પશુ ચરાવા ગોચરમાં જતો ગોવાળ સતત ગરમી ના કારણે કોઈ પશુ નેકાંઈ થયુંનથી ને તે જોવાની કાળજી રાખવાની ફરજ પડી રહી છે એટલું જ નહીં ઝાઝો સમય ગોચરમાં ચરતાપશુઓને ક્યા વૃક્ષ નો છાયો કે ક્યાંક નહિવત પાણી ભરેલા ખાબોચિયાં નજીક પશુઓને રાખવાનું પસંદકરી રહ્યા છે આમ તાલુકામાં આવેલા 86 તળાવ પૈકી મોટા ભાગના તળાવો સુક્કા થઈ જતા ગ્રામ્યવિસ્તારમાંપશુપાલકો માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે બીજી બાજુ મકાઇ, સુંધિયું, અને ઘાસચારા અને બાજરી જેવા પાકો ને સિઝનના છેલ્લાભાગ નું પાણી નહીં મળવા ને કારણે સુકાવા ને આરે છેત્યારે સરકાર તરફ થી કેનાલો થકી ખેડૂતો અને પશુપાલકો સુધી પાણી પહોચાડવામાં આવે તેવી માંગઉઠવા પામી છે ચોમાસુ મોડુ થયું તો ખેડૂત અને પશુપાલકો ને મોટી સમશ્યાનો શામનો કરવો પડે તેવીસ્થીતી નિર્માણ પામી રહી છે.