અમરેલી જિલ્લામાં આવેલા બગસરા તાલુકાના કાગદડી ગામે વાડી વિસ્તારમાં આજે ગુરૂવારે ઇલેક્ટ્રીક શોક લાગતાં ખેત મજૂર અને ખેડૂત બંનેના ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નીપજ્યાંહતાં. ઘટનાને પગલે બગસરા પોલીસ અને પીજીવીસીએલની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતીઅને તપાસની કામગીરી શરૂ કરી હતી. બગસરાના કાગદડીના વાડી વિસ્તારમાં ખેતરમાં આવેલાબોરિંગ પર ખેડૂત જીવરાજ પુનાભાઈ ગઢીયા (ઉં.વ. 48) અને ખેત મજૂર રામજીભાઈ ગરાસીયા(ઉં.વ. 32) જાતે બોરિંગની મોટર બહાર કાઢતા હતા. જેમાં મોટરમાં કોઈ ફોલ્ટ હોવાને કારણે તેઓમોટર બહાર કાઢવા માટે મથામણ કરતા હતા. ત્યારે ઉપરથી પસાર થતી ઇલેવન કેવી લાઈન અડી જવાના કારણે બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં.
શોક લાગવાના કારણેબંને જણા ફંગોળાઇને દૂર પડ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટના બાદઆસપાસના ખેડૂતો સહિત લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108ને જાણ કરતાં એમ્બ્યુલન્સપણ દોડી આવી હતી. ત્યારબાદ બંનેને પી.એમ. માટે બગસરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાહતા. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરવામાંઆવી છે. ખેડૂત અને ખેત મજૂરના મોત બાદ પરિવાર અને સગા સંબંધીઓ સહિત ગામમાં શોકનોમાહોલ ઉભો થયો છે. ઘટનાની જાણ થતાં બગસરા પોલીસ અને પીજીવીસીએલના કર્મચારીઓપણ દોડી આવ્યા હતા. તેમજ કેવી રીતે શોક લાગ્યો સહિતના પ્રશ્નોને લઇને ઉંડાણપૂર્વક તપાસ શરૂકરી છે.