બનાસકાંઠાના થરાદ વિધાનસભા ની પેટા ચુંટણી યોજાઈ રહી છે.ભાજપ કોંગ્રેસ પક્ષ ના નેતાઓ ટિકિટ માટે મથી રહ્યા છે .તો બીજી તરફ નાગલા દોડગામ મોરખીયા જેવા ગામો માં છેલ્લા 4 મહિનાથી ખેતરો માં તેમજ ગામ ની બાજુમાં વરસાદીપાણી ભરેલું પડ્યું છે.જેના થી રોગચાળો ફેલાય છે.લોકો ને અવર જવર માટે જે માર્ગ છે તે પણ પાણી માં ગરકાવ છે .હજુ સુધી..તંત્ર દ્વારા પાણી નિકળવાની કોઈ કાર્યવાહી કરાઇ નથી. જેથી લોકો પરેશાન છે.
ત્યારે પેટા ચુંટણી માં આ ગામડાઓ ના લોકો ચુંટણી નો બહિષ્કાર કરે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.ગુજરાત ની ભાજપ સરકાર ની વિકાસ ની વાતો ની વરવી વાસ્તવિકતા થરાદ ના ગામડાઓ માં જોવા મળી રહી છે.સરકાર ના ચૂંટણી વખતના વાયદા થી પ્રજા ભોળવાઈ જાય છે.પરંતુ ઘણીવાર સમસ્યાઓ ને લઇ લોકો હેરણવથય છે અને સરકારી તંત્ર આંખ આડા કાન કરી દેશે.. બનાસકાંઠા માં હાલ નેતાઓ ચૂંટણી માં વ્યસ્ત છે અને પ્રજા હાલાકી ભોગવી રહી છે. ચોમાસા ની શરૂઆત માં જ વરસાદ થતાં નાગલા ડોડગામ મોરખિયા ગામ માં વરસાદી પાણી ભરાયાં હતાં.જે પાણી છેલ્લા 3 મહિના થી ભરેલા રહેતા ગામ માં રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.આ વિસ્તારમાં જવા માટે ના રોડ ઉપર પણ હજુ સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.વાહન ચાલકો ને જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ વિસ્તાર ના અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી પાણી નો નિકાલ કરવા માં તંત્ર ઉનું ઉતર્યું છે.ત્યારે હવે જ્યારે થરાદ વિધાનસભા ની પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ વિસ્તારના ગામડાઓના લોકો આ ચૂંટણી માં મોટો ફરક સતાધારી પક્ષ ને પડી શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.