શક્તિપીઠ પાવાગઢ નિજ મંદિરના જીર્ણોદ્ધારનું કામકાજ પૂર્ણ થવા તરફ જઇ રહ્યું છે.ત્યારે મંદિરના મુખ્યશિખરનું કામ પૂર્ણ થતા તેના પર લગાવવામાં આવનાર કળશ તેમજ ધ્વજદંડ પર સોનાનો ઢાળચઢાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ તૈયાર થયેલા મુખ્ય શિખરના કળશ તેમજ અન્ય નાના-નાના 12કળશ તેમજ ધ્વજદંડ એટલે કે સુવર્ણ કળશ તેમજ ધ્વજદંડના શુદ્ધિકરણની શાસ્ત્રોકત વિધિવિધાનઅનુસાર બુધવારના રોજ વહેલી સવારથી સાંજ સુધી નિજ મંદિર ખાતે પૂજનવિધિ કરવામાં આવી હતી.જ્યારે શક્તિપીઠ ના મુખ્ય મંદિર પર મુખ્ય શિખર ૫૧.૧૧ ફૂટ ઉંચાઇ, ૪૨.૯ ફૂટ પહોળાઈ તેમજ ૮૩ ફૂટલંબાઈ નો બનાવામાં આવ્યો છે.જેની સાથે અન્ય બે નાના શિખર જે નૃત્ય મંડપ તેમજ રંગમંડપ બનાવવામાં આવ્યા છે.તેમજ નૃત્ય મંડપ નામના બે નાના શિખરો બનાવવામાં આવ્યા છે.
પાવાગઢ ખાતેછેલ્લા બે વર્ષ ઉપરાંતના સમયથી પાવાગઢ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વિકાસના કામો ચાલી રહ્યાછે.જ્યારે નિજ મંદિર ખાતે મંદિરના મુળ ઢાંચાને યથાવત સ્થિતિમાં રાખી મંદિર પરિસરને પહોળું કરવાનુંતેમજ મંદિર ત્રિ- મજલી કરવાની કામગીરી પૂર્ણ થવા તરફ તેમજ નિજ મંદિરનું મુખ્ય શિખર નુ કામ પૂર્ણથઈ ગયું છે. ત્યારે મુખ્ય શિખરની ઉપર લગાવવામાં આવનાર કળશ તેમજ ધ્વજ દંડ પર સોનાનો ઢાળલગાવ્યા બાદ સુવર્ણ કળશ તેમજ ધ્વજદંડ ની શાસ્ત્રોકત વિધિવિધાન અનુસાર પૂજનવિધિ કરવામાંઆવી હતી. સાથે સાથે શિખર પરના પથ્થરનું પણ પૂજા વિધિ કરી શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું.મુખ્યશિખર પરના સુવર્ણ કળશ તેમજ ધ્વજદંડની દિવસ દરમિયાન ચાલેલી પૂજાવિધિ બાદ હવે મોડી સાંજેશિખર પર સુવર્ણ કળશ તેમજ ધ્વજદંડ તેમજ અન્ય નાના-નાના ૧૨ સુવર્ણ જેટલા કળશ શિખર પર લગાવવાની કામગીરી આરંભી દેવામાં આવી હતી.