અમરેલી જિલ્લામાં જગતના તાતની માઠી દશા બેઠી હોય તેમ ધોમધખતા તાપ અને ભર ઉનાળેખાબકેલા કમોસમી વરસાદથી ડુંગળી, બાજરી અને તલના પાક પકવતા ખેડૂતોને ખેતીના પાકોનેવ્યાપક પણે નુકશાની થતા મો માં આવેલો કોળિયો વરસાદે છીનવી લીધો હોય તેવી સ્થિતી જોવા મળીછું આ ખેતીમાં પાણીમાં તરબતર ડુંગળીના પાકોનો નાશ ગઈકાલના પવન સાથે ના વરસાદથી સોથ બોલી ગયો હતો
ગઈકાલે ભારે પવન ને વીજળીના કડાકા ભડાકા સાથે ખાભા ગીરના સરકડીયા અનેભાવરડી સહિતના ગામડાઓને વરસાદે ઘમરોલયો હતો ને ખેતીના ઉભા પાકનો નાશ વરસાદે કરી દેતાજગતના તાતે પકવેલો પાક વરસાદથી પાણીમાં પલળી ગયો હતો ને યાર્ડ સુધી ડુંગળીઓ પહોંચતી ખેડૂતો કરે તે પહેલાં વરસાદ વેરી બનતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો હતો