બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય અને સારા વ્યક્તિત્વનું નિર્માણ થાય તેમજ બાળકોના શારીરિક,બૌદ્ધિક અને સાંસ્કૃતિક વિકાસ માટે ડીસા ગાયત્રી શક્તિપીઠ ખાતે એક સુંદર સમર કેમ્પનું આયોજનકરવામાં આવ્યું હતું જેમાં ૮ થી ૧૩ વર્ષના ૨૦૨ બાળકોનું રજીસ્ટ્રેશન થયું હતું. ટૂંકા ગાળાના આઆયોજન કરવામાં આવેલ હોવા છતાં અને ઉનાળાની આવી આકરી ગરમી હોવા છતા પણ વાલીઓ અનેબાળકોનો સારો પ્રતિસાદ આ સમર કેમ્પને પ્રાપ્ત થયો હતો અને ગાયત્રી શક્તિપીઠ ડીસાના આ કાર્યને બિરદાવ્યું હતું..
આ સમર કેમ્પની પૂર્ણ કરવામાં આવ્યો હતો. વાલીઓએ આ સમર કેમ્પને સમર્થન આપ્યુંહતું અને બાળકોને સંસ્કારવાન બનાવવા માટે કટીબદ્ધ થયા હતાં. કાર્યક્રમના અંતે બાળકોને ડીસાગાયત્રી શક્તિપીઠ દ્વારા પ્રમાણપત્ર, પેન્સીલ બોક્સ, બોલપેનનો સેટ, ગાયત્રી ચાલીસા પાઠની પુસ્તિકાઆપીને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડીસા ગાયત્રી શક્તિપીઠના યુવાન અને વડીલ પરિજન ભાઇ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.