કેશોદ તાલુકાના પાડોદર ગામના વતની અશ્વિન ડેર ભારતીય સેનામાંથી વય મર્યાદાના કારણે નિવૃતથતાં ગ્રામજનો દ્વારા ડીજેના સથવારે દેશ ભક્તિના ગીતો સામૈયા સાથે ભવ્યાતી ભવ્ય સ્વાગત કરવામાંઆવ્યું હતું. કેશોદ તાલુકાના પાડોદર ગામનું ગૌરવ અને માઁ ભારતીના પનોતા પુત્ર એવા અશ્વિનભાઈલાખાભાઈ ડેર ભારતીય આર્મીના ૨૨ વર્ષની કારકિર્દી જોતા તેઓ 20-4-2000 ના વર્ષમાં ઇન્ડિયનઆર્મીમાં ઈએમઈ ઇલેક્ટ્રિક મેકેનિક એન્જીનીયર તરીકે ભરતી થયા જેઓની ટ્રેનિંગ ભોપાલ ખાતે પૂર્ણકરી અને જમ્મુ કાશ્મીર રજોરી શ્રીનગર ઉધમપુર પઠાણકોટ તેમજ લેહ લદાખ જેવા સ્થળોએ કામગીરીકરી તા-30-4-2022ના રોજ નિવૃત થતા પાડોદર સમસ્ત ગામ દ્વારા ડીજેના સથવારે ગામના મુખ્યરાજમાર્ગો ઉપર ગામલોકો તેમજ કેશોદ તેમજ જૂનાગઢ જિલ્લા નિવૃત આર્મીમેનો દ્વારા સ્વાગત કરી સન્માન સમારંભ યોજાયો હતો
અને ગામના લોકો દ્વારા તેમના માતા પિતા તેમજ અશ્વિન ભાઈડેરનુંગામના આગેવાનો નિવૃત આર્મી રીટાયર્ડ સૈનિકો દ્વારા પણ શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાંઆવેલ હતું આવનાર મહેમાનો દ્વારા તેમજ રિટાયર્ડ આર્મી ગ્રુપ અને નાના એવા પાડોદર ગામના લોકોએ22 વર્ષ જેવા સમય ગાળાને દેશ સેવામાં સમર્પિત કરી વતન પરત ફરતા અશ્વિનભાઈ ડેરને સારીકામગીરી માટે બિરદાવ્યા હતા અશ્વિનભાઈ ડેરના સુપુત્ર રાજ કુમાર ડેરનું પણ હાલ આર્મી સ્કૂલમાં ભણતર ચાલુ હોય તે બાબતે તેને પણ શુભેચ્છાઓ પાઠવેલ હતી