અમરેલી જીલ્લામા બોગસ તબીબોનો રાફડો ફાટયો છે. અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમા આવાપ્રકારના બોગસ તબીબોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ત્યારે અમરેલી એલસીબી અને આરોગ્યવિભાગની સયુંકત ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે રાજુલા તાલુકાના માંડળ ગામે શાકમાર્કેટએરીયામા પ્રાથમિક સ્કૂલની સામે તપાસ હાથ ધરતાં અતુંભાઈ ધીરુભાઈ લાધવા પાસે મેડિકલકાઉન્સલીંગનું કોઈપણ પ્રકારનું રજીસ્ટ્રેશન,ડીગ્રી કે લાયકાત વગર છેલ્લા ૩ વર્ષથી દર્દીઓના આરોગ્યસાથે છેડા કરી રહ્યા હતાં અને માનવ જીંદગીને જોખમમાં મુકતા હોવાનુ જણાઈ આવેલ હતું. તેમજ ટીમનેસર્ચ ઓપરેશન દરમીયાન અહીંથી એલોપેથિક દવાઓ,શિડયુલ એચ ડ્રગ,સ્ટેથોસ્કોપ,બીપીમશીન,ઈન્જેક્શનો સહિતની ૫૨ પ્રકારની રૂ.૮૧,૯૯૮ ની દવાઓ અને સાધનો જોવા મળેલ હતા. અનેકાયદાકીય રીતે ડિગ્રીધારી તબીબ જ રાખી શકે ઉપરાંત ક્લિનિક પર તપાસ દરમિયાન બાયોમેડિકલ વેસ્ટના નિકાલની કોઈ વ્યવસ્થા નહોતી કે ફાયર સેફટીના કોઈ સાધનો જોવા મળેલ નથી અને
એલોપેથીક સારવારને લગતી કોઈપણ પ્રકારની સરકાર માન્ય ડિગ્રીના જણાતા અને પોતે જાણતા હોવાછતાંપણ દર્દીઓને સારવાર આપી માનવ જિંદગી સાથે ચેડા કરતા હોવાનુ જણાતા તેમની સામેઈ.પી.કો.કલમ ૩૬૬,ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એકટ ૧૯૬૩ની કલમ ૩૦,૩૫ તથા ગુજરાતમેડિકલ કાઉન્સિલ એકટ ૧૯૬૭ની કલમ ૨૯ અને ઈન્ડીયન મેડિકલ કાઉન્સિલ એકટ ૧૯૫૬ની કલમ૧૫(૩) મુજબ ધોરણસરની કાર્યવાહી અમરેલી એલસીબી અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાથ
ધરવામાં આવેલ છે. અને પોલીસ અને આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આવા બોગસ તબીબોગ્રામ્ય વિસ્તારોમા દર્દીઓને સસ્તી સારવાર આપવા સાથે સ્થાનિકોમા વિશ્વાસ સંપાદિત કરી પોતાનીહાટડીઓ ચાલુ રાખવામા સફળ રહેતા હોય છે. તે માટે લોકો દ્વારા જાગૃતતા કેળવી જો આવા બોગસ ડોકટરો વિશે સ્થાનિક લોકો દ્વારા રજુઆત કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.