આજે હિન્દુ તહેવારો મુજબ તહેવારોનો ત્રિવેણી સંગમ સર્જાયો છે. આજે અખાત્રીજ, પરશુરામ જયંતિ અને મુસ્લિમોનોપવિત્ર તહેવાર એવો રમજાનની ઈદ છે. ત્યારે દેશ ભરમાં તહેવારની ધામે ધુમે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારેઅમરેલી જિલ્લામાં પણ તહેવારોની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. અમરેલી જિલ્લામાં ઈદ ઉલ ફિત્ર અને પરશુંરામ જયંતીની ઉજવણી ધામેધુમે કરવામાં આવી હતી
અમરેલી, વડીયા, સાવરકુંડલા, બાબરા, લાઠી,રાજુલા, જાફરાબાદ, ધારી, ખાંભા, બગસરા, કુંકાવાવ સહિતના તાલુકા મથકે ઉજવણી કરવામાં આવી હતી.મુસ્લિમ બિરાદરો ઇદગાહે નમાજ અદા કરી એકબીજાને મુબારક બાદી પાઠવી હતી. રમજાન માસનારોજાઓ બાદ રમજાન ઇદની કરાઈ ઉજવણી. પરશુરામ જયંતિ પ્રસંગે તાલુકા મથકો પર ભવ્યશોભાયાત્રાઓ નિકળી હતી. હિન્દૂ મુસ્લિમોનો સંગાથે તહેવાર કોમી એકતાના ભાવથી જિલ્લાભરમાં ઉજવાયો હતો.