જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના માલધારી સમાજના યુવાનો દ્વારા ભરતીઓમાં નિમણુંક નહીં તોઈચ્છા મુત્યુની માંગણી સાથે ઉગ્ર રીતે પાઠવ્યું આવેદનપત્ર. જૂનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદારકચેરી ખાતે આજ રોજ તાલુકાના માલધારી સમાજના યુવાનો દ્વારા ઉગ્ર રીતે આવેદન પત્ર પાઠવ્યું હતું. ગીર, બરડા અને આલેચના રબારી, ભરવાડ અને ચારણ સમાજના અનુસુચિત જનજાતિના ઉમેદવારોનેત્રણ વર્ષથી વિવિધ ભરતીઓમાં નિમનુક આપવામાં આવી નથી. સરકાર દ્વારા લોકરક્ષક, જી એસ આર ટી સી, PGVCL, GPSC જેવી ભરતીઓમાં નિમણુંક પત્રો રોકી દેવામાં આવ્યા છે.
કોર્ટનો આદેશ હોવા છતાંનિમણુંક ના અપાતી હોવાથી માલધારી સમાજના યુવાનો રોષ પૂર્વ આકક્ષેપ પણ કરયા હતા. આજ રોજતાલુકા ભરમાંથી માલધારી સમાજના યુવાનો દ્વારા નિમણુંક નહીં તો ઈચ્છા મુત્યુ ની માંગ સાથે રોષપૂર્વકઆવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું. અને આ યુવાનો દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન ની ચીમકી આપી હતી.