વડોદરા જૂનાગઢ સરખેજ અને નર્મદા જીલ્લાના ગોરા ગામના શ્રી ભારતી આશ્રમના ગાદીપતિ શ્રીશ્રી1008 મહામંડલેશ્વર સ્વામી હરીહરાનંદ ભારતી તા.30 મી એપ્રિલના રોજ વડોદરાના કપુરાઈ થીખાસવાડી સ્મશાનમાં રહેતા શિષ્યને મળવા જતા ગુમ થઇ ગયા હતા.આ અંગેની જાણ આશ્રમના ભાવિકેવાડી પોલીસને કરી હતી.જેના પગલે ગુમસુદા સ્વામીને શોધવા માટે પોલીસ એકશનમાં આવી ગઈહતી.આ બનાવના પગલે સ્વામીના રાજભરમાં રહેલા ભાવિકોમાં ચિંતાની લાગણી વ્યાપી ગઇ છે. નર્મદાજિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા નજીકના ગોરાગામમાં શ્રી ભારતી આશ્રમ આવેલો છે.તેનાગાદીપતિ સ્વામી હરીહરાનંદ ભારતી ઉ.વ.60 છે.તેઓ ગુમ થયા અંગેની જાણ આશ્રમના પરમેશ્વરભારતીએ વડોદરાના વાડી પોલીસ મથકે કરી હતી.જેમાં જણાવ્યુ હતુકે ગાદીપતિ સ્વામી હરીહરાનંદએપ્રિલના રોજ બપોરે બાર કલાકે આશ્રમથી નીકળીને અમદાવાદ ગયા હતા.જયાં અમદાવાદની સિવિલહોસ્પિટલની બાજુમાં આવેલા ડો.રવિન્દ્ર લોઢાની હોસ્પિટલમાં ગયા હતા.જયાં ચેકઅપ કરાવીને તેઓ સાંજના સાડા પાંચ કલાકે અમદાવાદ થી આશ્રમ આવવા માટે નીકળ્યા હતા.
દરમિયાનમાં તેઓવડોદરામાં કપુરાઇ ચોકડી પાસે રૂદ્રાક્ષ હાઇટસમાં રહેતા સેવક રાકેશભાઇ રસીકભાઇ ડોડીને ત્યાં ભોજનમાટે ગયા હતા.જયાંથી ભોજન લઇને તેમને કારેલીબાગ ખાસવાડી સ્મશાનમાં રહેતા તેમના શિષ્ય કાળુભારતીને ત્યાં જવાનું કહ્યું હતું.આથી રાકેશભાઇ તેમની કારમાં તેમને કપુરાઇ ચોકડી પાસે આવેલીહનુમાનજીની ડેરી પાસે ઉતાર્યા હતા.ત્યાંથી તેઓ તેમના શિષ્ય કાળુ ભારતીને મળવા માટે ગયાહતા.જયારે રાકેશભાઇ પરત ફર્યા હતા.1 લી મેના રોજ સવારે દશ વાગ્યા સુધીને આશ્રમમાં તેઓ પરતફર્યા ના હતા.આથી પરમેશ્વરભારતીએ કાળુ ભારતીને ફોન કરીને પુછતા તેમને 30 મી એપ્રિલે રાત્રેજતેઓ આવ્યા નહી હોવાનુ જણાવ્યુ હતુ.આથી સેવક રાકેશભાઇને પુછતા તેઓ કપુરાઈ પાસે ઉતારીને ઘરેજતા રહ્યા હોવાનુ જણાવ્યુ હતુ.આથી ગાદિપતિ સ્વામી હરીહરાનંદ ભારતી ગુમ થઇ ગયા છે. વાડી પોલીસે સ્વામી હરીહરાનંદની ગુમસુદા અંગેની નોંધ કરી તપાસ હાથ ધરી છે.