રાજકારણમાં જોડાવવાની ચર્ચાઓ વચ્ચે નરેશ પટેલ અંગે મોટા સમાચાર.. જામનગરમાં ભાજપનાગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે તેનું સસ્પેન્સયથાવત છે.. તેની વચ્ચે આજે નરેશ પટેલ જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાન પદેયોજાઈ રહેલી ભાગવત સપ્તાહની પોથીયાત્રામાં હાજર રહ્યા હતા.. નરેશભાઈએ પોથીયાત્રા દરમિયાનવરુણ પટેલ, અલ્પેશ ઠાકોર અને શંભુપ્રસાદ ટુંડિયા સાથે રથમાં સવાર થયા હતા. જામનગર ઉત્તરનાધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાન પદે જામનગરમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસસ્થાનેભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. ત્યારે આજે પોથીયાત્રાનું આયોજન કરાયું હતું.જેમાં પૂર્વશિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જામનગર દક્ષિણના ધારાસભ્ય આર.સી.ફળદુ, ભાજપના નેતા વરુણપટેલ, અલ્પેશ ઠાકોર, શંભુપ્રસાદ ટુંડિયા સહિતના નેતાઓએ હાજરી આપી હતી.. તો બીજી બાજુકોંગ્રેસના દિગગજ નેતા અને ધારાસભ્ય વિક્રમ માડમ સહિતના કોંગી નેતાઓ પણ જોડાયા હતા. ત્યારેખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ આ પોથીયાત્રામાં હાજર રહ્યા હતા..
પોથીયાત્રા દરમિયાન નરેશપટેલ ભાજપના નેતાઓ સાથે એક જ રથમાં સવાર જોવા મળ્યા હતા 57 વર્ષની ઉમરે રાજકારણમાં પ્રવેશ કરવાની વાત છે એટલે સમજ્યા વગર પ્રવેશ કરવો બરાબર નથી. તેમ જણાવતા નરેશ પટેલેકહ્યું હતું કે, પાટીદાર સમાજ સિવાય દરેક સમાજના લોકો સાથે મારી વાતચીત ચાલુ છે.કર્મનિષ્ઠો સાથે વાતચીત ચાલુ છે.સમયસર હું રાજકારણમાં પ્રવેશ અંગે જણાવીશ..ખોડલધામમાં પ્રથમ બે તબક્કામાં મળેલી બેઠકમાં સામાજિક ચર્ચા કરવામાં આવી હતી.. અંતમાંગુજરાતના કન્વીનરો સાથે બેઠક મળી હતી, જેમાં ગુજરાતનાં તમામ શહેરોમાંથી મહિલા અને પુરુષકન્વીનરો હાજર રહ્યા હતા તેમજ ગુજરાતના તમામ કન્વીનરોએ નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશકરવો જોઈએ એવો સૂર આપ્યો હતો, આથી કન્વીનરોની બેઠક બાદ નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે સર્વે હજુ ચાલુ છે અને એ પૂર્ણ થવા પરસૌકોઈની નજર છે…. બાદ ટ્રસ્ટીમંડળની બેઠકમાં તારણો કાઢવામાં આવશે.. પ્રશાંત કિશોરે કોંગ્રેસનીઓફર ફગાવી દીધા બાદ નરેશ પટેલ કોંગ્રેસ કે અન્ય પાર્ટીમાં જોડાશે કે કેમ એના પર સૌની મીટ મંડાયેલી છે.