ગોધરા શહેરમાં એક ઈસમને હનીટ્રેપમાં ફસાવીને ૨૦,૦૦૦,૦૦ રૂપિયાની માંગણી કરનાર દંપતિનેગોધરા એ ડીવીઝન પોલીસે છટકૂ ગોઠવીને ઝડપી પાડી હતી. પોલીસે આરોપીઓ સામે ગૂનો નોંધીનેકાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. આ ખેડા જીલ્લામાં રહેતો એક યુવાન આર્યુવેદિકકંપનીમા કામ કરીને દવાઓનૂ વેચાણ કરતો હતો. પંચમહાલ જીલ્લામાં પણ દવાઓનૂ વેચાણ કરતીવખતે યુવકનો સંપર્ક શહેરા તાલૂકાના તરસંગ ગામની આશાબેન ભરવાડ જોડે થયો હતો.જેમા દવાઓમંગાવવા માટે ફોન માંગતા યુવકે નંબર આપ્યો હતો.
અને આશાબેનની વાતચીત યુવક સાથે થતીહતી. આ યુવક ૨૯ તારીખના રોજ ગોધરા ખાતે કામ અર્થે આવ્યો હતો.અને તે સમયે આશાબેન ભરવાડેયુવકને ફોન કરીને ગોધરા ખાતેના ઘરે બોલાવ્યો હતો.જ્યા આશાબેનના પતિ કનુભાઇ આવી જતાયુવકને ધકકો મારીને રુમમા લઇ જઈ હુ કહૂ તેમ કરવૂ પડશે તેમ કહી આશાબેન સાથે બિભત્સ હાલતમા ફોટા પાડીને જાનથી મારી નાખવાની ધમકી આપીને તારે બચવું હોય તો ૧૦ લાખ રૂપિયા આપવાપડશે.અને બળાત્કારની ખોટી ફરિયાદ કરીને જેલભેગો કરી દઈશ તેવી ધમકી આપી હતી.આથી યુવકપૈસા ન આપવા હોય તેને પોલીસને જાણ કરી હતી.અને ટીમે છટકુ ગોઠવીને દંપતીને ઝડપી પાડીનેકાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ડીવાએસપી સી.સી.ખટાણાએ પત્રકાર પરિષદ કરીને સમગ્ર મામલે માહિતી આપી હતી.