અમરેલી જિલ્લાના ધારીના મોણવેલની સીમમાં ગઈકાલે સમી સાંજે વિકરાળ આગ લાગી હતી.આગની ઘટનામાં એક ખેડૂતની આંબાવાડીમાં 100 જેટલા આંબા બળી ગયા હતા. સ્થાનિક લોકોએવાડી વિસ્તારમાં લાગેલી આગને બે કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. જિલ્લામાં આગનીઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ડુંગરાળ વિસ્તાર હોય કે રેવન્યુ વિસ્તારમાં વારંવાર કોઈ
કારણોસર આગ ભભુકી ઉઠે છે.
ત્યારે ધારીના મોણવેલની સીમમાં ગઈકાલે સાંજના સુમારે કોઈ કારણોસર આગ ભભુકી ઉઠી હતી. થોડીવારમાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. વાડીમાંલાગેલી આગના કારણે ખેત ઓાજારો, પ્લાસ્ટિકની પાઈપ લાઈન ખાક થઈ ગઈ હતી. સાથે સાથેજોરૂભાઈ વાળા નામના ખેડૂતના 100 જેટલા આંબા બળીને ખાક થઈ ગયા હતા. વાડી વિસ્તારમાં લાગેલી આગ પર સ્થાનિકોએ બે કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. તસવીર – અરૂણ વેગડા