અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં 1 મે ગુજરાતના 63 મા સ્થાપના દિન નિમિત્તેમહાનુભાવોની પ્રતિમાને હારતોરા કરી વંદન કર્યા હતા. 1 મે એટલે ગુજરાત સ્થાપના દિવસ સમગ્ર ગુજરાતમાં હર્ષ અને ઉલ્લાસ સાથે અવનવા કાર્યક્રમો સાથે ઉજવણી થઈ રહી છે તેના ભાગરૂપેઅમરેલીના બગસરા શહેરમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નિતેશભાઇ ડોડીયાની આગેવાની હેઠળ બગસરા શહેરમાં આવેલ ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા તેમજ ડો.બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને હારતોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા તેમજ નગરપાલિકાનાસફાઇ કામદારોને સાલ અને પુષ્પ ગુચ્છથી સન્માનિત કર્યા છે
ત્યારે આ તકે બે મહાનુભાવો કે જેઓએબગસરાની અસ્મિતા વિશે પુસ્તકો લખી અને બગસરા લોકોને કાયમી યાદગાર બનાવ્યું છે એવાશિવજીભાઇ રુખડા સહિત મહાનુભાવને સાલ અને પુષ્પગુચ્છ થી સન્માનિત કર્યા આ તકે નિતેશભાઇ ડોડીયા મૂળજીભાઈ મહિડા નિરવભાઈ ગોંડલીયા રાકેશભાઈ કુંભાર બગસરા શહેર અનુજાતિ મોરચાનાપ્રમુખ ભીખુભાઈ સોલંકી તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ ૧ લી મે ગુજરાત સ્થાપના દિન ને લઈને ભારે ઉત્સાહ સાથે શહેરમાં આવેલ વિવિધ મહાનુભાવોને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ