ભરુચના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ધમાકા ઓફર આપવામાં આવી છે. F.Y Bsc માં covid19 ના કારણે માસ પ્રમોશન મળ્યું હતું એ આધારે વિદ્યાર્થીઓને અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો અનેઆગળ અભ્યાસ કરી Bsc પૂર્ણ કર્યું પરંતુ જ્યારે છેલ્લી માર્કશીટ આવી એની અંદર AtKt અને SGPA,cancel stratificat નો ઉલ્લેખ કરવામાં આવેલ છે. જે યુનિવર્સિટીની ભૂલ છે તેમ છતાં યુનિવર્સિટી દ્વારાપરિપત્ર બહાર પાડી સુધારેલ માર્કશીટ ફરી મેળવવી હોય તો અરજી સાથે ફી ભરી માર્કશીટ મેળવવાનો જણાવેલ છે તેમાં પણ યુનિવર્સિટી દ્વારા ધમાકા ઓફર આપવામાં આવેલ છે
જો માર્કશીટ તાત્કાલિકજોઈતી હોય 3000, પંદર દિવસમાં જોતી હોય 1500 અને મહિનાની અંદર માર્કશીટ જોતી હોય તો 500રૂપિયાની રકમ ભરવાનું જણાવેલ છે. યુનિવર્સિટીની ભૂલ હોવા છતાં પણ વિદ્યાર્થીઓ પાસે આ રીતનીપૈસાની ઉઘરાણી કરવી કે કેટલું યોગ્ય ..? યુનિવર્સિટીનું વહીવટી તંત્ર ખાડે ગયેલું છે વિદ્યાર્થીઓનાહિતમાં ભરૂચ જિલ્લા NSUI અને વિદ્યાર્થીઓ દ્વારા જેપી કોલેજના પ્રિન્સિપાલ, યુનિવર્સિટીના સેનેટ સભ્યએન એમ પટેલ સાહેબ ને સંબોધી આવેદન પત્ર આપવામાં આવેલું છે અને વિદ્યાર્થીઓને જલદીમાં જલદી સુધારેલી માર્કશીટ પૈસા ભર્યા વગર મળી રહે એજ એનએસયુઆઇ દ્વારા માંગ કરેલ છે.