પંચમહાલ જિલ્લાના હાલોલના કોઠીફળિયા ખાતે રહેતા 6 વર્ષીય રીદા ફાતેમા અને 7 વર્ષીય ઉબેદ રઝાએરમઝાન માસનો પ્રથમ રોઝો રાખી ખુદાની બંદગી કરી હતી. ઇસ્લામ ધર્મના પવિત્ર માસ એવા રમજાનનો માસ ચાલી રહ્યો છે જેમાં કાળઝાળ ગરમીમાં પ્રારંભ થયેલ રમઝાન માસમાં મુસ્લીમ બિરાદરો અલ્લાહની ઈબાદત માં મશગુલ બન્યા છે
એમાંય નાના ભૂલકાઓ પણ બાકાત નથી પંચમહાલજિલ્લાના હાલોલ નગરના કોઠીફળિયા ખાતે રહેતા હાફિજ મોઈનુલ હકક કાદરીના માત્ર 6 વર્ષીય પુત્રી રિદા ફાતેમા તેમજ ફેજાંન ઐયુબ કાલોલીયા ના માત્ર 7 વર્ષીય પુત્ર ઉબેદ રઝા એ રમઝાન માસનોપોતાના જીવનનો પ્રથમ રોઝો રાખી અલ્લાહની ઇબાદત કરી હતી જેમાં પરિવારજનો સહિત સૌ કોઈએ બંને બાળકોને ફૂલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી.