રાજયમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. રોજે કોઈને કોઈ જગ્યાએ અકસ્માત સર્જાઈ રહ્યા છે. ખાસ કરીને ઓવર સ્પીડ અનેગફલત ભર્યા ડ્રાઇવિંગને પગલે અકસ્માત સર્જાઈ રહ્યા છે. જેમાં ઘણી વખત લોકોના જીવ પણ જતાં હોય છે. ત્યારેરાજકોટમાં પણ અવાર નવાર અકસ્માત થવાની ઘટના બની રહી છે. ત્યારે વધુ એક વખત અકસ્માતની ઘટના સામે આવીછે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મોટરસાયકલને ટ્રકે હડફેટે લેતા મોટરસાયકલ ચાલક અને તેમના દિકરાને ગંભીર ઇજા પહોચવા પામી છે.
ધોરાજી ના જુના ઉપલેટા રોડ પર કબ્રસ્તાન માથી પોતાનુમોટરસાયકલ લઇ ને શકલેન ભાઈ પાન વાલા તથા તેમનો દીકરો મોહમ્મદ પાન વાલા ઉમર 6 વર્ષઆવતા હતા, ત્યારે સામે આવતા ટ્રકે મોટરસાયકલ ને હડફેટે લેતા શકલેન ભાઈ પાન વાલા ને તેમનાદિકરા મોહમ્મદ શકલીન પાન વાલા ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. શકલેન પાન વાલા ને ગંભીરઈજાઓ પહોંચતા ધોરાજી પ્રાઈવેટ હોસ્પિટલ મા ખસેડાયો હતો છ વર્ષ ના મોહમ્મદ પાન વાલા નેગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે તાત્કાલિક રાજકોટ હોસ્પિટલ મા સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે.