રાજયમાં છેલ્લા ઘણા સમયથી ચાલુ વાહનમાં એજી લાગવાની ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે. રોજે કોઈનેકોઈ જગ્યાએ આવી ઘટનાઓ બની રહી છે. ખાસ કરીને ઉનાળાની રૂતુ આવતા આવા બનાવોનું પ્રમાણવધ્યું છે. મુખ્યત્વે આવી આગ વાહનમાં શોર્ટ સર્કિટ લાગવાના કારણે બનતી હોય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ અવાર નવાર વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે
ત્યારે વધુ એક વખત ચાલુ વાહનમાં આગ લાગવાનીઘટના સામે આવી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના દાવડ-દેશોત્તર રોડ પર કારમાં આગ લાગવાનીઘટના સામે આવી છે. ચાલુ કારમાં આગ લાગતા ચાલકની સમય સુચકતાને લઈ જાન હાનિ ટળી હતી. શોર્કસર્કિટને લઇ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરિવાર સાથે લગ્ન પત્રિકા વહેંચા નીકળ્યા હતા એ દરમિયાન કારમાં આગ લાગી હતી. જોકે સદનસીબે અકસમતમાં કોઈ જાનહાનિ નહીં.