ગુજરાતના ૬૨માં સ્થાપના દિનની સૌપ્રથમવાર પાટણ ખાતે ગુજરાત ગૌરવ દિન તરીકે ઉજવણી થનારહોઈ પ્રજાજનોમાં ભારે આનંદ ઉમંગ પ્રવર્તી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર તેમજ નગરપાલિકા તંત્રતડામાર તૈયારીઓમાં લાગ્યું છે. કોલેજ અને યુનિવર્સીટી ગ્રાઉન્ડ પર પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો નાઆયોજન કરવામાં આવ્યા છે. ગુજરાત ગૌરવ દિન ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર પોલીસ પરેડ અને વિવિધ ઇવેન્ટનું બની રહેનાર છે. આઅંગે છેલ્લા કેટલાય દિવસથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં અંતિમ તબક્કાની તાલીમની તૈયારીઓ રૂપે આજે કોલેજ ગ્રાઉન્ડ પર પરેડ સહિત વિવિધ ઇવેન્ટનું રિહર્સલ યોજવામાં આવ્યું હતું.
આ રિહર્સલ કાર્યક્રમમાં પોલીસ બેન્ડની સુમધુર સુરાવલીઓ વચ્ચે તાલબદ્ધ રીતે તમામ પરેડ અને ઇવેન્ટરજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ડોગ શૉ, અશ્વ શૉ, મહિલા રાયફલ ડિલ, બેન્ડ ડિસ્પ્લે, બાઈકના અદભુતસ્ટંટ અને દિલધડક કરતબો રજૂ કરી મહિલા અને પોલીસ જવાનોની તાલીમબદ્ધ ટિમો દ્વારા તેમનું સુંદરપ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. પરેડ રિહર્સલમાં ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો સહિત જુદા જુદા પોલીસ જવાનોની ટિમો દ્વારા શિસ્તબદ્ધ રીતે સુંદર પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી.આ કાર્યક્રમમાં નોડલ ઓફિસર વિજયસિંહ પરમારની નિશ્રા માં પરેડ પ્રેક્ટિસ કાર્યક્રમ સ્થળે પાટણના એસપી વિજય પટેલે પણ મુલાકાત લઈ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.