અમરેલી જિલ્લામાં સિંહોની સુરક્ષા સામે સવાલો ઉભા કરતો એક વીડિયો વાયરલ થયો છે. રાજુલાનાપીપવાવ રેલવે ટ્રેક નજીકનો સિંહના વીડિયો વાયરલ થયો છે. રેલવે ટ્રેકની આજુબાજુમાં સિંહોની સુરક્ષામાટે રાખવામાં આવેલ જાળીઓ સિંહો માટે જોખમી બની છે. ઉચૈયાથી પીપવાવ જવાના રેલવે ટ્રેકબાજુમાં સિંહબાળ અટવાયું હતુ. 1 પાઠડું સિંહબાળ રેલવે ટ્રેકની જાળીથી રેવેન્યુના જંગલ તરફના માર્ગપર અટવાયું હોવાનો વિડીયો વરાળ થયો છે. રેલવે ટ્રેકની જાળીથી બચવા સિંહબાળની મથામણ વિડીયોમાં જોવા મળે છે. એક તરફ રેલવે ટ્રેક બીજી તરફ જાળીઓ વચ્ચે પાઠડા સિંહબાળની મુશ્કેલીઓ. સિંહબાળ બચવા અને બહાર નીકળવા આકુળ વ્યાકુળ થઈને દોડાદોડી કરે છે. બે અલગ અલગ વીડિયોમાં સિંહબાળની લાચારી સાથેની મથામણના વીડિયો વાયરલ થયા છે.
વનતંત્રના અધિકારીની ખાલીજગ્યાને કારણે સિંહોની સુરક્ષાઓ સામે સવાલો ઉભા થયા છે. સિંહોની સુરક્ષા માટે બનાવવામાં આવેલફેન્સીગ જાળીઓ જ સિંહોની સલામતીનો સવાલ ઊભો કરી રહી છે. સિંહોની સુરક્ષા માટે બનાવેલ જાળીઓ તૂટીજવાને કારણે સિંહો અંદર આવી જતા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સિંહોના લોકેશનો પરવનતંત્રનું ફેરણું ન હોવાથી સિંહો મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતની આન બાન અને શાન જીવ બચાવવામાટે કરે છે મરણીયા પ્રયાસો. વનવિભાગની ઘોર બેદરકારી સામે લાવતો સિંહબાળની લાચારી દર્શાવતોવિડીયો વાયરલ થયો છે. સરકાર ગંભીરતાથી સિંહોને બચાવવા પગલાં ભરે તેવી સિંહપ્રેમીઓમાં માંગ ઉઠવા પામી છે.