ઉનાળાની બળબળતી ગરમીમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં અનહાઈવે માર્ગો પર ઠંડા પાણીની પરબો શરૂ કરવામાં આવી રહી છે તો અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડાઅને પર્યાવરણના જતન માટે વિવિધ પ્રકારના વૃક્ષ ના રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યુંછે. પાટણ પદ્મનાભ ચાર રસ્તા ખાતે ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા દ્રારા અને દાતા પરિવાર અમરતભાઈ પટેલ (રાજપુર)ના સૌજન્યથી બનાવવામાં આવેલ શીત જલધારાને ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ સહિતના મહાનુભાવો નાં વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું.
શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા દ્વારા દાતાના સહયોગથી આરંભકરાયેલી જલધારા આ માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકો માટે આશીર્વાદ સમાનબની રહેશે સાથે સાથે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજપર્યાવરણ માટે વિવિધ પ્રકારના વૃક્ષ ના રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.ઉનાળાનીબળબળતી ગરમી ને ધ્યાનમાં રાખીને ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા દ્વારા દાતા પરિવારનાસહયોગથી ખુલ્લી મુકાયેલ શિત જલધારા ના આ સેવાકાર્ય પ્રસંગે જયેશભાઇ પટેલ,મનોજ પટેલ,શહેરભાજપ પ્રમુખ કોશોર મહેશ્વરી સહિત સભ્યો મોટી સંખ્યામાં પરિષદના સભ્યો અને દાતા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.