સાબરકાંઠા પશુપાલકોનો ત્રિદિવસીય માર્ગદર્શન સેમીનાર પૂર્ણ સાબરડેરીના ચેરમેન શામળભાઈપટેલ સહીત નિયામક મંડળની ઉમાંસ્થીતીમાં માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. સાબરડેરીમાં દૂધઉત્પાદનનો ખર્ચ ઘટાડવો અને દૂધ ઉત્પાદન કેવી રીતે વધારવું તેના માટે વૈજ્ઞાનિક અને આધુનિકટેકનોલોજી વિષેનો માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. ત્રણ દિવસના સેમીનારમાં બંને જીલ્લાના૧૪૧૩ પશુપાલકો પતિ-પત્ની સાથે ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ દિવસમાં બંને જીલ્લાના ૪૫ થી વધુ પશુપાલકોએ શિબિરમાં ચેરમેન સહીત નિયામક મંડળ સાથે સંવાદ કરી અભિપ્રાયો આપ્યા હતા.
ત્રણ દિવસમાં બંને જીલ્લાના દૈનિક ૧૦૦ લીટરથી વધુ દૂધ ભરાવનારા પશુપાલકોને અપાયુંમાર્ગદર્શન. ત્રણ દિવસના સેમીનારમાં તમામ પશુપાલકોને પશુપાલન માટે ઉપયોગી કીટ આપાઈહતી. પશુ પાલન પોષણમાં ક્યાં સુધારા કરવા તેને લઈને માર્ગદર્શન અપાયું હતું. પશુ માવજત,પશુ પોષણ,પશુ સંવર્ધનબચ્ચા ઉછેર અને ઘર ઘથું ઉપચાર પદ્ધતિ વિષે ટેકનીકલ માર્ગદર્શન અપાયું હતું.