અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના બાંભણીયાની સીમમા સુજલામ સુફલામ યોજનામાથી માટઉપાડી રહેલા ખેડૂતો પર ગામના જ 17 જેટલા શખ્સોએ પાઇપ લાકડી અને છુટા પથ્થરના ઘા ફેંકીહુમલો કરતા આ બારામા તેણે વડીયા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. આ અંગેનીપોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, બાંભણીયામા રહેતા ઝવેર ઉર્ફે સાગરભાઇ જેન્તીભાઇ ચાવડા(ઉ.વ.23) નામના યુવાને વડીયા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તે ગામનાપાંચેક ખેડૂતો સાથે બાંભણીયાની સીમમા નદીમાથી ખોદકામ કરી તળાવમાથી મોરમ ભરીને પોત પોતાના ખેતરમા ફેરા નાખતા હતા.
આ દરમિયાન ગામના લાલજી સરસૈયા, લાલજી, સવજી, કનુસરસૈયા, પ્રકાશ મુંધવા, સવજી સરસૈયા, પ્રવિણ સરસૈયા, સાગર, અશોક સહિત 17 જેટલા શખ્સોત્યાં ધસી આવ્યા હતા. અને લાકડી, પાઇપ અને પથ્થરના છુટા ઘા કરી ગાળો આપી હતી. ટોળાનાઆ રીતેહુમલાથી ઝવેરભાઇ સહિત ખેડૂતો ડરના માર્યા નાસી છુટયા હતા. આ શખ્સોએ તેમનેગૌચરમા મોરમ ભરવા આવશો તો મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે પીએસઆઇ એચ.જી.ગોહિલ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.