વડોદરાના ડભોઇ નગરપાલિકા હદ વિસ્તાર ના નાંદોદી ભાગોળ પાસે આવેલીઆંગણવાડી પાસે છેલ્લા છ માસ જેટલા સમયથી ડ્રેનેજ લાઇન માંથીઉભરાતા દૂષિત પાણીના કારણે વિસ્તારના રહીશો તેમજ સવિશેષ કરીનેઆંગણવાડી માં અભ્યાસ કરતા ૩૦ જેટલા બાળકો નુ સ્વાસ્થ્ય જોખમી બન્યુંછે અનેકો વખત ની રજૂઆત છતાં પાલિકા તંત્ર દ્વારા આ સંદર્ભે કોઈ અસરકારક કામગીરી ન થતાં બાળકોના સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય સામેડ્રેનેજના રેલાતા દૂષિત પાણી બાધા રૂપ સાબિત થઈ રહ્યા છે. ડભોઇનગરપાલીકા હદ વિસ્તારમાં નાંદોદી ભાગોળ મોટાભીલવાગા વિસ્તારપાસેઆવેલ આંગણવાડી પાસે થી છેલ્લા 6 માસ ઉપરાંત ના સમય થી ડ્રેનેજ નાદુગંધ મારતા પાણીની નદીઓ વહી રહી છે આ ઉભરાતી ડ્રેનેજ ને પગલેઆસ પાસ ના રહીશો તેમજ આંગણ વાડી માં અભ્યાસ કરતાં 30 જેટલાભૂલકાઓ ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
અનેકો વખત તંત્ર નેરજૂઆત કરવા છત્તા કોઈ કાર્યવાહી પાલીકા તંત્ર દ્વારા કરવામાં આવતી નાહોવાના રહીશો આરોપ લગાવી રહ્યા છે તેવામાં માશૂમ બાળકો ઉભરાતી ડ્રેનેજને પગલે સ્વસ્થ અને તેમનું ભવિષ્ય ખાળામાં જતું જોવા મળી રહ્યું છે.ઉભરાતી ડ્રેનેજ ની અશર માશૂમ ભૂલકાઓ ના ભવિષ્ય ઉપર અને ભણતરઉપર સીધી થઈરહી છે વાલેઓ બાળકો ને આંગણવાડી મોકલવા તૈયાર નથીથતાં ત્યારે બીજી તરફ પાલીકા કારોબારી ચેરમેન ને પૂછતા તેઓ દ્વારા ડ્રેનેજની નવી લાઇન નખાતી હોય એક લાઇન કામ ગિરિ દરમ્યાન તૂટી ગઈ છેમજૂરો હોળી સમય થી રજા પર છે જેને પગલે કામ થયું નથી બે દિવસ માંડ્રેનેજ સાફ કરવા જણાવ્યુ હતું. બાળકો ની આવી અવદશા ક્યાં સુધી રહેશે તેજોવું રહ્યું પાલીકા ના ભોગે બાળકો ના સ્વાસ્થ્ય ને મોટી અશર થશે તો તેનુંજવાબદાર કોણ રહેશે જેવા સવાલો ઊભા થયા છે વહેલી તકે ઉભરાતીડ્રેનેજની કાયમી નિકાલ લાવી ઉભરાતી બંધ કરવામાં આવે તેવી સ્થાનીક અને આંગણવાડી વર્કરો ની માંગ છે.