સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રામનવમી હિંસા બાદ ફરીવળ્યું દાદાનું બુલડોઝર મોટી સંખ્યામાં
પોલીસ તૈનાત. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માં રામનવમી માં આમને સામને પથ્થર મારો
થયેલ હતો, ત્યાર પછી સમગ્ર શહેર માં હિંસા ભડકી ઉઠી હતી જેમાં ત્રણ દરગાહ એક મસ્જિદ, હોન્ડા
અને હુન્ડાઈ ના બે શોરૂમ તેમજ અન્ય પાંચ થી સાત દુકાનો લૂંટી ને આગને હવાલે કરી દેવાઈ હતી,
જેમાં લઘુમતી લોકોના લોકો નું કરોડો રૂપિયા માં નુકસાન થયેલ છે, જેની ભરપાઈ થઇ શકે તેમ નથી,
ત્યાર બાદ એક ન્યૂઝ પેપર માં બતાવ્યા અનુસાર તોફાની તત્વો ની મિલકતનું સર્વે કરવામાં આવી રહ્યું
છે, તેવી માહિતી ને ધ્યાન માં લઈએ તો આજની કાર્યવાહી જે વિસ્તાર માં થઇ રહી છે, તે મુસ્લિમ
બહુલ વિસ્તાર છે, હાલ તેમનો પવિત્ર માસ રમઝાન ચાલી રહ્યો છે.
જો ખરેખર ટીપી રોડ ઉપર આવેલઆ દબાણ હટાવવાની કામગીરી હતી તો નગરપાલિકા એ રમઝાન માસ નો ટાઈમ ખોટો પસંદ કરેલછે, જો પાલિકા ના સત્તા ઘીસો ધારત તો રમઝાન માસ પછી પણ ડિમોલીશન ની કાર્ય વાહી કરી શકીહોત, પરંતુ એક વર્ગ ના ખાસ લોકોને ખુશ કરવા ભેદ ભાવ ભર્યું આ કામ થઇ રહ્યું છે,તેવું લોક મુખેચર્ચાઈ રહ્યું છે, જો અશરફ નગર છાપારીયા માં ટીપી રોડ પર આવતા ગેર કાયદેસર દબાણ તોડવામાંઆવતા હોય તો તેની આગળ એ.પી.એમ.સી. નો કોટ પણ રસ્તા માં આવે છે, તો શું પાલિકા નાઅધિકારી ઓ તે તોડશે ? આ સિવાય હાલ એવન સોસાયટી ઉમાં વિદ્યાલય બાજુ ટીપી રોડ નું પણ કામચાલી રહ્યું છે જ્યાં 18 મીટર ના ટીપી રોડ પર પણ કેટલુંક દબાણ થયેલું દેખાઈ રહ્યું છે, જ્યાં કેટલીકમિલકત એવી છે જેના ઉપર પાલિકા એ લાલ અક્ષર થી કેટલા મીટર દબાણ છે તે દર્શાવતી નિશાની કરેલી છે,