મહેસાણા અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગૌરવવંતી ક્ષણ છે કે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર અને લિંકન યુનિવર્સિટી કેલિફોર્નિયા, ઓકલેન્ડ USAએ MOU પર હસ્તાક્ષર કર્યા છે. બંને યુનિવર્સિટીઓ શિક્ષણમાં સહકાર શોધવા અને કેમ્પસના તથા ડીસટન્સ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના વિનિમય કાર્યક્રમો, અને અભ્યાસક્રમના વિનિમયમાં, અને સંયુક્ત ડિગ્રી પ્રોગ્રામ્સનું આયોજન કરવા સંમત થયા છે. તેઓ બંને યુનિવર્સિટીઓ વચ્ચે ખાસ કરીને મેનેજમેન્ટના ક્ષેત્રમાં સંશોધન માટે સહયોગનો પણ વિનિમય થશે. આ કરારો યુનીવર્સીટીના ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝને વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક નવીનતાઓ, ટૂંકા ગાળાના કૌશલ્ય વિકાસ કાર્યક્રમો, માસ્ટર્સ પ્રોગ્રામ્સ અને ડોક્ટરલ પ્રોગ્રામ્સ, ફેકલ્ટી ડેવલપમેન્ટ અને તેમની સાથે એક્સચેન્જ પ્રોગ્રામ્સમાં મદદ કરશે. અને આ કરારની વિશિષ્ટતા એ છે કે SPU ના વિદ્યાર્થીઓએ લિંકન યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા માટે IELTS/TOFELમાંથી પસાર થવાની જરૂર નથી. પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, સાંકળચંદ પટેલ યુનિવર્સીટી ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનું સારામાં સારું શિક્ષણ મળી રહે એવી ખાતરી આપી હતી અને આ MOU એ તેમના સપનાની દિશામાં એક નક્કર પગલું છે.
આ MOU નો લાભ વિશેષરૂપે MBA અને I -MBA ના વિદ્યાર્થીઓને મળશે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગરના પ્રમુખ પ્રકાશ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. જે.આર. પટેલ અને ટેકનિકલ અભ્યાસક્રમોના ડાયરેક્ટર ડૉ. ડી.જે. શાહે પ્રોફેસર અને ફેકલ્ટી ઑફ મેનેજમેન્ટના ડીન ડૉ. જીતેન્દ્ર શર્મા અને ડીન એક્સ્ટ્રીમલ અફેર્સ ડૉ. અનીલ માનાગુટ્ટી સાથે ફળદાયી બેઠક કરી હતી. તેઓએ બંને યુનિવર્સિટીઓના શૈક્ષણિક સંસ્થાઓ સાથે અમલમાં આવી શકે એવા આંતરરાષ્ટ્રીય અને આંતરશાખાકીય સંશોધન પ્રોજેક્ટ્સ, વિનિમય કાર્યક્રમો, મૂલ્ય-આધારિત શિક્ષણ, શિક્ષણ અને તાલીમ, સમૃદ્ધ અભ્યાસક્રમો/પ્રમાણપત્ર પ્રોગ્રામ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. પ્રોવોસ્ટ ડૉ. જે.આર. પટેલે જણાવ્યું હતું કે આ એમઓયુ SPU વિદ્યાર્થીઓને યુએસએ અને ભારતમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે મદદ કરશે. ડૉ જે. કે. શર્મા, ડીન, ફેકલ્ટી ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝએ વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને આર્થિક રીતે પોસાય તેવું ઉચ્ચશિક્ષણ અને તે પણ અમેરિકાની ખ્યાતનામ યુનિવર્સીટી દ્વારા મળી રહે એ આ MOU દ્વારા શક્ય બન્યું છે. બંને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ડીને આંતરરાષ્ટ્રીય ધોરણો પર વિદ્યાર્થીઓના શિક્ષણને વધુ સારી બનાવવા માટે સાથે મળીને કામ કરવાની ખાતરી આપી છે.