ગત કેટલાક દિવસથી દુષ્કર્મ મામલામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદ ચર્ચામાં છે. તેમની પર એક લૉ સ્ટૂડેન્ટે દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે. હવે ખંડણી મામલે યુવતીને સ્થાનિક કોર્ટ દ્વારા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે. આજે સવારે યુવતીને તેના ઘરેથી ઉત્તર પ્રદેશની એસઆઇટી ટીમે ધરપકડ કરી હતી…….યુવતી પર ચિન્મયાનંદ પાસેથી ગેરવર્તન કર્યો હોવાનો આરોપ છે. આ મામલે એક વીડિયો પણ સામે આવ્યો હતો, જે પછી યુવતી અને તેના ત્રણ સાથીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો. હવે આ મામલે બોલિવૂડની હસ્તીઓએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે…….રાહુલદેવે ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે તે વિચિત્ર છે, “કેમેરામાં રહેલા પાખંડી સ્વામી દ્વારા એક છોકરી પર જાતીય સતામણી કરવામાં આવી હતી.” ત્યારે પોલીસે ચિન્મયાનંદની ધરપકડ કરી છે અને હવે પીડિતાની ખંડણીના કેસમાં એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. શુ આ ભારતમાં થઇ રહ્યું છે. ઋચા ચઢ્ઢાએ લખ્યું કે આખરે આ શુ થઇ રહ્યું છે. જ્યારે સ્વરા ભાસ્કરે એક યુઝરના ટ્વીટ પર રીટ્વીટ કરતા લખ્યું ‘છોકરીઓને આ લોકોથી જ બચાવો, ‘શેમ…….’જણાવી દઇએ સ્વામી ચિન્મયાનંદથી ગેરવર્તન કરવા અને ખંડણી કેસમાં એસઆઇટીએ બુધવારે કોતવાલી પોલીસની સાથે આરોપી યુવતીની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કર્યા બાદ યુવતીને કોતવાલી લાવવામાં આવી છે. અહીંથી તેને જિલ્લા હોસ્પિટલ લઇ જઇ તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ પોલીસના ડીજીપી ઓપી સિંહે કહ્યું કે સ્પેશ્યિલ ઇનવેસ્ટીગેશન ટીમે ચિન્મયાનંદ પર દુષ્કર્મનો આરોપ લગાવનારી વિદ્યાર્થીની તેમની પાસે પૈસા માંગવાની કોશિશ કરવાના આરોપમાં ધરપકડ કરી લીધી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -