ગ્રેડ પેની માંગણી નું આંદોલન તેજ બન્યું દિયોદર નાયબ પોલીસ કચેરી આગળ પોલીસ કર્મી ઓ માંગ ને લઈ રજુઆત કરવા પોહચ્યા હતા. સમગ્ર ગુજરાત માં પોલીસ કર્મી ની ગ્રેડ પેની માંગણી ને લઈ છેલ્લા બે દિવસ થી સમગ્ર ગુજરાત માં આંદોલન વેગ પકડી રહું છે. જેમાં અત્યાર સુધી પોલીસ કર્મી ના પરિવારજનો તેમજ અન્ય કાર્યકરો, યુવાનો, અને ગામ ના જાગૃત નાગરિકો દ્વારા પોલીસ કર્મી ની માંગણી સ્વીકારાય તે માટે ઠેર ઠેર આંદોલન કરી આંદોલન ને ઉર્ગ બનાવવામાં આવી રહું છે.
જેમાં આજે બુધવાર ના રોજ દિયોદર, ભાભર, ભીલડી, શિહોરી, થરા, એક સાથે 5 પોલીસ મથક ના પોલીસ કર્મીઓ એક સાથે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ની કચેરી ખાતે પોતાની માંગ સ્વીકારાય તે માટે પોહચ્યા હતા. જેમાં પોલીસ કર્મીઓ ની માંગણી છે કે છેલ્લા બે દિવસ થી સોસીયલ મીડિયા ના માધ્યમ થી અમો ગ્રેડ પેની માંગણી વધારવા માટે સોસીયલ મીડિયા ના માધ્યમ થી રજુઆત કરીએ છે. અમારી સરકાર માંગણી સ્વીકારે તેવી પોલીસ અધિક્ષકને રજૂઆત કરવામાં આવી હતી