પંચમહાલના શહેરા તાલુકા પંચાયત ખાતે થયેલી એસીબીની ટ્રેપમાં પકડાયેલા તાલુકા વિકાસ અધિકારી સહિત બીજા ત્રણ શખ્સોને રીમાન્ડ મળતાં સીબીઆઇ દ્વારા તપાસ અર્થે શહેરા તાલુકાના પંચાયત કચેરી ખાતે લઈ અવાયા હતા. શહેરા તાલુકા પંચાયત ખાતેનું બહુચર્ચિત ACBની સફર ટ્રેપમાં શહેરા તાલુકા વિકાસ અધિકારી ઝરીના અંસારી દ્વારા બે લાખની લાંચ લેવાના કિસ્સામાં એસીબી દ્વારા રિમાન્ડ માગવામાં આવ્યા હતા જે લઈ ACB શાખાને 4 દિવસ ના રિમાન્ડ મળ્યા હતા જોકે રિમાન્ડ મળતા તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય ત્રણ સામેના કેસ ને વધુ મજબૂત બનાવવા તેઓને શહેરા તાલુકા પંચાયત ખાતે લાવવામાં આવ્યા હતા.
આ બાબતે સધન તપાસ ACB દ્વારા કરવામાં આવી રહી છે. જે તે શાખાના અધિકારીઓમાં લાગતા વળગતા ચેમ્બરમાં વધુ તપાસ કરવામાં આવી હતી. અને તાલુકા વિકાસ અધિકારી આગળના બિલોની ચકાસણી કરવામાં આવી હતી. વધુ ચર્ચાનો વિષય તો એ બને છે કે આટલી મોટી રકમ શેના માટે મંગાવ્યા માં આવી હશે અને આટલી મોટી રકમ શાના માટે આપવામાં તૈયાર થયા હતા કે આગળ પણ આવી કોઈ રકમ આપવામાં આવી હશે કે કેમ એ લોકમુખે ચર્ચાએ જોર પકડી છે.
