પાટણ શહેરમાં જાયન્ટ ગ્રુપ પાટણ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન અવાર નવાર કરતાં હોય છે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૧૯૯ જેટલા વિવિધ સેવાના પ્રોજેકટો હાથમાં લેધા છે અને પૂરા કર્યા છે. ત્યારે પાટણ શહેરમાં જાયન્ટ ગ્રુપ પાટણ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં જાયન્ટ ગ્રુપ દ્વારા 199 જેટલા સેવાકીય પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે.
જેના ભાગરૂપે આજરોજ જાયન્ટસ પીપલ્સ ફોઉન્ડેશન અંતર્ગત જાયન્ટસ પાટણ દ્વારા 200 માં પ્રોજેક્ટ અંતર્ગત કેશવવાડી બુકડી પાટણ ખાતે વિવિધ સમાજની 101 દીકરીઓને ભોજન તથા પાણીની બોટલ અને નાસ્તાના ડબ્બા આપી કુમકુમ તિલક સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. જાયન્ટસ પાટણ પરિવારે બાળાઓને જમાડીને સેવાનો લાભ લીધો હતો. સેવાકીય કાર્યમાં અર્જુનભાઈ મોદી અને ભરતભાઇ પટેલે સહયોગ આપ્યો હતો. જાયન્ટ ગ્રુપના પ્રમુખ નટુભાઇ દરજી, સેક્રેટરી પી.એન.પટેલ, ખજાનચી નૈમેશભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.
