બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી મંદિરના કર્મચારીઓ પર મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે. અંબાજીના આગેવાન શૈલેશ પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અંબાજી મંદિરના કર્મચારીઓ પૈસા લઈને કરાવે છે મંદિ માં દર્શન. મંદિરમાં શૈલેશભાઈ પટેલના આ વિડીયો વાયરલથી ખલબલી મચી જવા પામી છે. ગ્રામજનોને અંબાજી મંદિરમાં દર્શન કરવા હોય તો ખાવા પડે છે ધક્કાઓ અને કરવામાં આવે છે અભદ્ન વર્તન. પુનમ નો દિવસ હોય કે રવિવાર હોય અંબાજીમાં પૈસા આપીને સિધા મંદિરમાં દર્શન કરાવવાના મંદિરનાં કર્મચારીઓ ઉપર આક્ષેપ લગાવ્યા છે.
પૈસા આપો તો સુવિધાઓ સાથે માતાજી ના દર્શન વીઆઇપી કરો જેવા આક્ષેપો અંબાજીના સ્થાનિક રહેવાસી દ્વારા લગાવ્યા છે. અંબાજી મંદિર સ્ટાફ ગમે ત્યારે અંબાજીના સ્થાનિક લોકો હોય કે મિડિયા કર્મી કવરેજ કરવા છતાં હોય પણ ઓળખતા હોય છતાં પણ અભદ્ન વર્તન કરતાં હોય છે. મંદિરના કર્મચારીઓ પર આક્ષેપ સાથેનો વિડીયો વાયરલ થતાં સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.