બનાસકાંઠા જિલ્લામાં ભૂમાફિયાને જાણે કોઈનો ડર રહ્યો નથી. અને ખન્ન કરવામાં આવી રહ્યું છે. અવાર નવાર બનાસકાંઠા જિલ્લા માંથી ખન્ન ભૂસ્તર વિભાગ દ્વારા પકડી પાડવામાં આવે છે. છતાં ખન્ન શરૂ જ રહે છે. ત્યારે બનાસકાંઠા ભૂસ્તર વિભાગ નો વધુ એક સપાટો બોલાવ્યો છે. ભૂસ્તર વિભાગ દ્વારા ખાનગી વાહન માં મોડી રાત્રે ચેકીંગ હાથ ધર્યુ હતું.
જેમાં ભૂસ્તર વિભાગ દ્વારા રોયલ્ટી વગર રેતી ભરીને જતા 5 ડમ્પર ઝડપી પાડ્યા હતા. 5 ડમ્પર સહિત એક કરોડ ઉપરાંત નો મુદામાલ કબ્જે કરી ડીસા તાલુકા પોલીસ ને સોંપ્યા હતા. ખાણ ખનીજ વિભાગ લાખો નો દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષી ની કડક કાર્યવાહીથી ભુમાફિયાઓ માં ફફડાટ જોવા મળી રહ્યો છે.