બી.આર.સી. કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારના માર્ગદર્શન હેઠળ શહેરા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં એક વિદ્યાર્થી તેમજ એક શિક્ષક દીઠ 2 વૃક્ષો સાથે એક લાખ વૃક્ષારોપણનો સંકલ્પ ચાલો શ્વાસ રોપીએ અંતર્ગત લેવામાં આવ્યો હતો. તેની શરૂઆત 12 જુલાઈના રોજ સુથાર ફળીયા ધાંધલપુર પ્રા.શાળા ખાતે માન.નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.ધર્મેદ્રકુમાર ભમાતની અધ્યક્ષતા તેમજ માન.મામલતદાર શહેરા મેહુલ ભરવાડ મુખ્ય મહેમાન તરીકે તમામ શાળાઓમાં 35581 વૃક્ષારોપણ સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમજ 9 મી ઓગષ્ટ – 37835, 23 મી સપ્ટેમ્બર 26737 નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
અડાટળી પ્રાથમિક શાળા ખાતે પૂર્ણાહુતિ તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ અને સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમ અંતર્ગત શ્રમદાન અને વૃક્ષારોપણમાં માન.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.વી.એમ.પટેલ ની અધ્યક્ષતામાં તેમજ મુખ્ય મહેમાન બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ આર.પરમાર તરીકે ઉપસ્થિત રહી 10958 વૃક્ષારોપણ સાથે 111111 નો સંકલ્પ પૂર્ણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અણીયાદ જિલ્લા પંચાયત સદસ્ય વિનુભાઈ નાયક, ગુણેલી તાલુકા પંચાયત સદસ્ય જશવંતસિંહ જાદવ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ભાઈલાલભાઈ, બીટ કેળવણી નિરીક્ષક મોરવા સુરેશભાઈ પટેલ, સરપંચ નટુભાઈ, સી.આર.સી.કો.ઓર્ડીનેટર ખોજલવાસા, નવી વાડી, ધારાપુર, દલવાડા, નાંદરવા, હોંસેલાવ, બોરીઆ, અણીયાદ, શહેરા કુમાર, ગુણેલી પગાર કેન્દ્રની તમામ શાળાઓના HTAT, આચાર્ય, શિક્ષકો, મોટી સંખ્યામાં ગ્રામજનો અને વ્હાલ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વૃક્ષારોપણમાં સહભાગી બન્યા હતા
