પંચમહાલની કાલોલ નગરપાલિકાના હાલ ના બનાવેલા રોડ ના કામોમા ટેન્ડર ની શરતો મુજબ ના કામો નહિ કરાતા નગરજનો માં ભારે કચવાટ ફેલાયો હતો. અને સોશીયલ મિડીયા પર પણ હલકી ગુણવત્તાના રસ્તાઓ બાબતે પાલિકા ઉપર લોકોએ રોષ વ્યક્ત કરેલ પાલિકા દ્વારા વરસાદને કારણે નુકશાન પામેલા કુલ ૨૬ સીસી રોડ ના રિસરફેસીંગ બાબતે અને ૯ કામો પૂર્ણ નહિ કરાતા સતીશ બિલ્ડર્સ કપડવંજ ને લેખીત માં નોટિસો ફટકારી છે.
અને તેઓ સામે કાયદેસર કાર્યવાહી કેમ ન કરવી તેનો ખુલાશો પણ માંગેલ છે. ઉપરાંત વલ્લભનગર થી ભાથીજી મંદિર તથા મહાલક્ષ્મી મંદિર મહેશનગર પટેલ પાર્ટી પ્લોટ અને ગોવર્ધન નાથજી મંદીર થી સ્મશાન સુધી ના ટેન્ડરની શરતો વિરુદ્ધ હલકી ગુણવત્તાવાળા રોડ કે જેમાં સૌથી વધુ નાગરિકોની અવરજવર રહેલી છે તેવા ૧૩ સીસી રોડ ના ઈજારદાર અંબર કન્સટ્રકશન ડીસા ને પણ ટેન્ડર ની જોગવાઈઓ મુજબ કામ પુર્ણ કરવા અને રસ્તાની ગુણવતા બાબતે ખુલાશો માંગતી નોટિસ આપી છે.
