બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસા શહેરમાં આવેલ જી આઈ ડી સી વિસ્તારમાં ઘણા સમય થી સ્થાનિક વેપારીઓ ગંદકી તેમજ વરસાદી પાણી ભરાવાથી હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.સ્થાનિક વેપારી જણાવી રહ્યા છે.કે નગરપાલિકામાં પાણી વેરો સફાઈ વેરો ટાઈમ સર ભરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. અનેક વાર રજુઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પ્રકાર ની કાર્યવાહી કરવામાં આવતી નથી અત્યારે ચોમાસુ ચાલી રહ્યું છે.તેમજ રોગચાળા એ માથું ઊંચક્યું છે.જેમાં ડેંગ્યુ મલેરિયા જેવા રોગચાળા ના કેસો પણ સામે આવી રહ્યા છે.
તેમ છતાં ડીસા ખાતે આવેલ જી આઈ ડી સી વિસ્તારમાં રોડ ન હોવાથી વરસાદી પાણી ભરાયા છે.તેમજ ગંદકી નું સામ્રાજ્ય સર્જાયું છે.આવા સમયે પણ પાલિકા દ્વારા ગંદકી દુરકરવામાં આવતી નથી તેમજ વરસાદી પાણી ભરાયા છે.તેનો પણ નિકાલ કરવામાં આવ્યું નથી જેથી સ્થાનિક વેપારી ઓ જણાવી રહ્યા છે. આ વિસ્તારના વેપારી ઓને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.જો આવી રીતે ગંદકી તેમજ વરસાદી પાણી ભરાય તો અનેક બીમારીઓ માથું ઊંચકી શકે .જેથી સ્થાનિક વેપારીઓ માંગ કરી રહ્યા છે.કે સત્વરે નગરપાલિકા દ્વારા વરસાદી પાણી ભરાયું છે.તેનો નિકાલ કરે તેમજ ગંદકી દૂર કરે તેમજ દવાનો છટકાવ કરવામાં આવે જેથી ભવિષ્ય માં મોટો રોગચાળો ફાટી નીકળે તે અટકી શકે…