ગુજરાત રાજ્યના નવનિયુક્ત કેબિનેટ મંત્રીઓને પોતાના વિસ્તારોમાં જન આશીર્વાદ યાત્રા યોજી રહ્યા છે ત્યારે વડોદરાના અને મહેશૂલ તેમજ કાયદા વિભાગ ના મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા કરજણ ખાતેથી જન આશીર્વાદ યાત્રા અન્વયે ડભોઇ થરવાસા ચારરસ્તા આવતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત ભાજપ કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું…. ત્યાર બાદ કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સહિત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા બાઇક રેલી યોજી હતી… જેમાં 300 ઉપરાંત બાઈક સાથે યુવા કાર્યકરો બાઇક રેલીમાં જોડાયા હતા…
આ રેલી આંબેડકર ચોક ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર ને ફૂલ હાર અર્પણ કરી ડભોઇ આર્ટ્સ કોલેજ ખાતે ઉપસ્થીત કાર્યકરો ને સંબોધન કરતાં મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી એ લોકો ના પ્રશ્નો હલ કરવા હમેશ તત્પર રહીશનું જણાવ્યુ હતું…. સાથે જ કાર્યકરો ને અપીલ કરી હતી કે સરકારની દરેક યોજનાનો લાભ લોકો સુધી પહોચે તે માટે જાગૃતી લાવાના કામે લાગી જવું, સાથેજ સેવાસદન અને મહેશૂલ વિભાગ ના વિવિધ અધીકારીઓ જો કામ નહીં કરે તો કડક પગલાં લેવામાં આવશે ની ચીમકી આપી હતી. સમગ્ર કાર્યક્રમ માં ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, સાવલી ના ધારા સભ્ય કેતનભાઈ ઈનામદાર, અને કરજણ ના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, સહિત અશ્વિનભાઈ પટેલ જિલ્લા પ્રભારી સહીત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો હાજર રહ્યા હતા
